________________
પાલીતાણા
ચૈત્ર વદ-૧૦ ૨૯-૪-૨૦૦૦, શનિવાર
* પ્રભુ-વચનો અમૃત છે, જે આપણને શાશ્વત-પદ આપે છે. પ્રભુના નામ, દર્શન, આગમ, શુદ્ધાત્મદ્રવ્ય-ચિંતન, કેવળજ્ઞાન ધ્યાન આદિથી આપણામાં પવિત્રતાનો સંચાર થાય છે.
પાણીની જેમ પ્રભુ જગતને નિર્મળ બનાવવાનું કામ કરતા રહે છે. પ્રભુ પવિત્ર હોવાથી એમનું ધ્યાન આપણામાં પવિત્રતા લાવે છે. ચંદન શીતલ છે. એનો લેપ આપણામાં શીતલતા લાવે. પાણી ઠંડું છે. એનું પાન આપણામાં ઠંડક લાવે. પુગલનો પણ આટલો પ્રભાવ હોય તો ભગવાનનો કેમ ન હોય ?
* પગલના પરમાણુઓ [કર્મના અણુ વગેરે ] માં પણ કેટલી એકતા છે ? તેઓ કેવું કેવું નિર્માણ કરે છે ? શરીર, સ્વર, પુણ્ય-પાપનો સમય વગેરે કર્મના અણુમાં ફિટ થઈ જાય છે. આ કેવું આશ્ચર્ય છે ?
કર્મનું, પુગલનું આ વ્યવસ્થિત આયોજન છે; જીવને સંસારમાં જકડી રાખવાનું ! એ આયોજનને ઊંધું પાડવાનું કામ આ સાધના દ્વારા કરવાનું છે.
* વિહારમાં ધીરે ચાલીએ તો ઠંડા પહોરે ન પહોંચી શકીએ. મોક્ષની સાધનામાં વિલંબ કરીશું તો મોક્ષે જલ્દી નહિ પહોંચાય. પ્રશ્ન : આપના જેવો વેગ અમારામાં કેમ નથી આવતો ?
કહ્યું કલાપૂર્ણસૂરિએ કે ૨૧૩