________________
વિશ્વાસ છે. [શયલ ભકિતમાં નહિ જવાની પ્રતિજ્ઞા અપાઈ.
માંદગી શિવાય ફળની પ્રતિજ્ઞા અપાઈ.] ઉપવાસના પારણા કે માંદગી સિવાય નવકારશી પણ બંધ કરવા જેવી છે.
પૂજ્યશ્રી :
પૂ. કનકસૂરિજી મ.ના નિયમ યાદ રાખજો : આ ચાતુર્માસ પછી હવે કોઈએ અહીં ચાતુર્માસ માટે રહેવું નહિ. હવેથી કોઈને અહીંના ચાતુર્માસ માટે મંજુરી નહિ મળે.
સૂર્યાસ્ત પછી બહાર ન રહેવું. સૂર્યાસ્ત પહેલા જ વસતિમાં દાખલ થઈ જવું, એવો ક્રમ ગોઠવશો.
+ અષ્ટ પ્રવચન માતાના ખોળામાં રહેલા સાધુને કોઈ જ ભય ન હોય. આબરૂ, અપયશ વગેરે કોઈ જ ભય ન હોય. ભગવાને નિયમો જ એવા બતાવ્યા છે કે આ માર્ગે ચાલતાં ભય લાગે જ નહિ.
પ્રભુ-સેવાનું પ્રથમ ચરણ જ આ છે : અભય ! “સેવન કારણ પહેલી ભૂમિકા રે; અભય અદ્વેષ અખેદ...'' પૂ. આનંદઘનજી કૃત સંભવનાથનું સ્તવન.
* આચાર્યાદિ કોઈ પદ મળવાથી મુક્તિ-માર્ગ નિશ્ચિત નથી થતો, તેના માટે ગુણો મેળવવા પડે છે. લાંચ આપીને તમે ડૉક્ટરી સર્ટિફિકેટ મેળવી શકો, પણ મરતા દર્દીને બચાવી નહિ શકો. ગુણ વિનાની તમારી પદવીઓ મોક્ષ નહિ આપી શકે.
* રોજ આપણે બોલીએ છીએ :
હે જીવ મા-બાપ ! અમારી ઉદ્ઘોષણા સાંભળો : ““આજે અમે જાહેર કરીએ છીએ. અમને સર્વ જીવો સાથે મૈત્રી છે. કોઈની સાથે વેર નથી. અમે સૌને ખમાવીએ છીએ. સૌ જીવો પણ અમને ખમાવો.” [વામિ સવ્ય નીવે.]
૩૧૦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ