SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા. ચૈત્ર સુદ-૯ ૧૨-૪-૨૦00, બુધવાર * અતિ દુર્લભ ચારિત્ર-રત્ન આપણને અનાયાસે જ મળી ગયું છે, તો એવો પ્રયત્ન કરીએ, અંદર રહેલો આત્મદેવ પ્રકટ થઈ જાય. ભવસાગરમાં ડૂબતા માટે ચારિત્ર જહાજ તુલ્ય છે. જહાજમાંથી કૂદીને દરિયામાં જાતે જ ડૂબી જનારો જહાજને દોષિત ઠરાવી શકે નહિ. ચારિત્ર નહિ પાળીને દુર્ગતિનો ભોગ બનનારો ચારિત્રને દોષિત ઠરાવી શકે નહિ. * જે સંતોષ આદિનાથના દરબારમાં જવાથી થાય તે અહીં ન થાય, માટે જ આપણે કષ્ટ સહીને પણ ઉપર જઈએ છીએ. આ “દાદા” આપણી અંદર પણ બિરાજમાન છે. એને મેળવવા ગમે તેટલા કષ્ટ પડે, તો પણ ત્યાં જવાનું છોડવું ન જોઈએ. ભગવાનને અંતર્યામી કહ્યા છે. [અન્તર્યામી સુણ અલવેસર” એ સ્તવન આપણે બોલીએ જ છીએ.] અન્તર્યામી એટલે શું ? સૌના ઘટમાં, અંતરમાં બિરાજી રહે તે અંતર્યામી કહેવાય. આ અંતર્યામીને આપણે મળવું છે. નવપદની આરાધના દ્વારા આ જ કરવાનું છે. પ્રશ્ન : અરિહંતને પામવાની પ્રક્રિયા શી ? ૧૨૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy