________________
તેમ આપણે ભલે કર્મથી ઘેરાયેલા હોઈએ, સિદ્ધ ભગવંતો આપણી અંદર રહેલી પૂર્ણતાની ચમક જ જોઈ રહેલા છે. ભલે એ ચમક અત્યારે કર્મથી અવરાઈ ગયેલી હોય, આપણે ન જોઈ શકતા હોઈએ, પણ જ્ઞાનીઓ તો જુએ જ છે.
આપણે બીજાને પૂર્ણ જોઈ શકતા નથી. કારણ કે આપણે સ્વયં અપૂર્ણ છીએ. અપૂર્ણ નજર અપૂર્ણ જ જુએ. પૂર્ણ પૂર્ણ જ
જુએ.
આપણને અપૂર્ણતા દેખાય છે, તે આપણી અંદર રહેલી અપૂર્ણતા જણાવે છે.
જીવો અપૂર્ણ દેખાય છે, તે આપણી અંદર કષાયો પડેલા છે, એમ સૂચવે છે. જે કષાયો આપણને સંસારમાં જકડી રાખે, જીવો પ્રત્યે પ્રેમ ન થવા દે, એની પૂર્ણતા જોવા ન દે એ કષાયો પર પ્રેમ કે વિશ્વાસ શી રીતે કરી શકાય ?
શાસ્ત્રોમાં કહ્યું છે : अणथोवं वणथोवं अग्गिथोवं कसायथोवं च । न हु भे वीससिअव्वं थोपि हु तं बहु होइ ॥ આ નિર્યુક્તિની ગાથા છે.
નિર્યુક્તિકાર કહે છે : થોડું પણ ઋણ, થોડો પણ વ્રણ, થોડી પણ આગ, કે થોડો પણ ક્યાય – આ બધાનો તમે વિશ્વાસ નહિ કરતા. થોડું હોવા છતાં એ ઘણું થઈ જાય છે.
થોડું પણ ઋણ માથે ન રખાય. વધતું વધતું એ કેટલું થઈ જાય તેનો ભરોસો નહિ.
એક ભાઈએ ચાર આની વ્યાજમાં લીધી. શરત એટલી : દર વર્ષે ડબ્બલ કરતા આપવાની. ૨૪ વર્ષ વીતી ગયા. હિસાબ કર્યો ત્યારે ખબર પડી : ઘરના નળીયા પણ વેંચાઈ જાય તો પણ ચૂકવી ન શકાય તેટલું દેવું થયું છે. બે ક્રોડથી પણ વધુ રૂપિયા થઈ ગયા.
આત્માના ગુણો સિવાય કોઈપણ પદાર્થ વાપરો છો, એનું ઋણ ચૂકવવું પડશે, એ વિચાર આવે છે? પુદ્ગલ આપણા બાપની
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૩૬૩