________________
વહેતા સમયને સાર્થક ન કરીએ તો જીવન નિરર્થક જશે. જીવન-મરણ બંધ થઈ જાય તેવી સાધના કરીએ, એ આપણું લક્ષ્ય હોવું જોઇએ. - દેહ છૂટે તે પહેલા દેહાધ્યાસ છૂટે, આત્મ-પરિણામ નિર્મળ રહે, તેટલી શુભેચ્છાની યાચના કરું છું.
હૃદયના પરિણામ નિર્મળ રહે. નિર્મળતા સિવાય કાંઈ કમાવા જેવું નથી. તપ-જ૫ વગેરે પણ નિર્મળતા માટે જ છે. સમતા તો ફળ છે.
નિર્મળતા સાધ્ય છે, સમતા નહિ. નિર્મળતા નહિ હોય તો સમતા નહિ આવે.
આજે સકળ સંઘ સમક્ષ એક જ પ્રાર્થના છે : નિર્મળ જીવન જીવવામાં શ્રી સંઘ સહાયક બને.
શૂવળ મણિ શ્રી પૂર્ણચન્દ્રવિજયજી આવા પ્રભુ-શાસનને પામીને આવા ચતુર્વિધ સંઘ સમક્ષ આવો પ્રસંગ પામીને અપાર આનંદ થાય છે.
તીર્થનો, ચતુર્વિધ સંઘનો મહિમા અપરંપાર છે. તીર્થંકરો પણ નમો હિન્દુસ્સ” કહીને તેને નમે છે. જ્યાં સુધી શાસન રહેશે ત્યાં સુધી સંઘ અખંડ રહેશે.
ભગવાન મહાવીરની પાટે આવેલા સુધર્માસ્વામી ઇત્યાદિ પરંપરાના આપણા પર ઉપકારો છે.
ખરેખર આજે હું શું બોલું ? મારામાં શું છે ?
નાની ઉંમર હતી, આ ગુરુદેવે હાથ પકડ્યો. મારી મા ચંદનબેન આજે હયાત નથી. તેમણે જ અપાર વાત્સલ્ય સાથે દીક્ષા માટેની પ્રેરણા આપેલી.
* ક્વેલર્સની દુકાનમાં જાવ તો બધું જ ખરીદી ન શકાય.
ગંગાનું નીર બધું જ ન મળે. સાગરના બધા જ રત્નો ન મળે, પણ એક રત્ન પણ મળી જાય તો ય કામ થઈ જાય. ગુરુદેવના
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૨૩