________________
લક્ષણોનો આ ક્રમ પ્રધાનતાએ છે. ઉત્પત્તિમાં ઉત્ક્રમથી સમજવો. એટલે કે પહેલા આસ્તિકતા [શ્રદ્ધા] પેદા થાય. શ્રદ્ધામાંથી ક્રમશ: અનુકંપા, નિર્વેદ, સંવેગ જાગે. એ સૌના ફળ રૂપે છેલ્લે શમપ્રશમની પ્રાપ્તિ થાય.
આસ્તિકતા મૂળ છે. શમ ફૂલ છે. આસ્તિકતા પાયો છે. શમ આગાશી છે. આસ્તિકતા તળેટી છે. શમ શિખર છે. આસ્તિકતા ખાત મુહૂર્ત છે. શમ પ્રતિષ્ઠા છે.
* અભય, અદ્વેષ અને અખેદ.....સાધનાની પૂર્વભૂમિકા રૂપે આ ત્રણ ગુણ પ્રગટે છે.
જે બીજાને અભય આપે તે સ્વયં પણ અભય રહે. બીજને ભય આપે તે સ્વયં પણ ભયભીત રહે.
ગુંડાઓ, ત્રાસવાદીઓ, જુલમી નેતાઓ આથી જ ભયભીત હોય છે. યોગીઓ જંગલી પ્રાણીઓ વચ્ચે પણ નિર્ભય હોય છે.
ગિરનારના સહસાગ્ર વનમાં આપણા એક જૈન સાધક બંધુ ગુફામાં ધ્યાન કરતા હતા. એક વાઘણ પરિવાર સહિત ત્યાં આવી. સાધક તેનાથી ડર્યા વિના ત્યાં જ બેઠો રહ્યો. વાઘણ કે તેના બચ્ચાઓએ કશું જ કર્યું નહિ. એમને એમ ચાલતા થયા. હિંસા-પ્રતિષ્ઠાયાં તત્સન્નિધી વૈર-લ્યા : ''
– પાતંજલ યોગદર્શન. પતંજલિ કહે છે : અહિંસાની સિદ્ધિ જેના જીવનમાં થઈ ગઈ હોય તેની પાસે જતાં જ હૃદયમાં રહેલી વૈર ભાવના નષ્ટ થઈ જાય.
સિદ્ધિ એને જ કહેવાય, જે બીજામાં તમે ઊતારી શકો. અહિંસાની સિદ્ધિ તો જ ગણાય જો તમારી પાસે આવનાર અહિંસક બને.
* ગૃહસ્થોમાં પણ દાન-ઉદારતાના ગુણો કેવા ઉત્કૃષ્ટ હોય છે ? સાંભળીને આશ્ચર્ય થાય.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૪૧