________________
* ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂળ, છ છેદગ્રંથ, દસ પન્ના , નંદી અને અનુયોગ - આ ૪૫ આગમ છે. દસ પન્નામાં ચંદાવિઝય પયત્નો પણ આગમ છે. નાનકડો આ ગ્રંથ આપણે કંઠસ્થ ન કરી શકીએ ? કંઠસ્થ કરીએ તો એ આરીસાનું કામ કરશે.
* ભગવાનના કહેલા એક શ્લોકમાં, અરે એક નવકારમાં આખો મોક્ષમાર્ગ છૂપાયેલો છે, જે આપણે એને આત્મસાત્ બનાવીએ.
“વુડ્ઝ યુન્ન વંડોલિમા !” આટલા વાક્યથી ચંડકૌશિક પ્રતિબોધ પામેલો. 'समयं गोयम मा पमायए.' આટલું પણ વાક્ય યાદ રહી જાય, પ્રતિપળે, તો કામ થઈ
જય.
* ગુણની દૃષ્ટિએ શ્રેષ્ઠ વળજ્ઞાન. શ્રુતજ્ઞાનનું પણ લક્ષ્ય છે : કેવળજ્ઞાન. પણ શ્રુતજ્ઞાન કારણ છે. કેવળજ્ઞાન કાર્ય છે. વજન કારણ પર આપવાનું હોય. કારણ આવશે તો કાર્ય ક્યાં જવાનું ? ભોજન આવશે તો તૃપ્તિ ક્યાં જવાની ? શ્રુતજ્ઞાન આવશે તો કેવળજ્ઞાન ક્યાં જવાનું ? શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને તાણી લાવશે.
શ્રુતજ્ઞાન વિના કોઈ કેવળજ્ઞાન પામી શકે નહિ. મરુદેવી માતા પણ ૪ થા ગુણઠાણે સમ્યગ્દર્શન પામ્યા ત્યારે શ્રુતજ્ઞાન મળ્યું જ હતું. કેવળજ્ઞાન પછી જ મળ્યું.
* સમ્યગદષ્ટિ માટે તો કરાન, વેદ, મહાભારત, રામાયણ વગેરે મિથ્યાશ્વત પણ સમ્યગુ બની જાય. દષ્ટિમાં “સમ્યગુ” આવવું એ જ મુખ્ય વાત છે. જ્ઞાનના એકાવન ખમાસમણમાં મિથ્યાશ્રુતને પણ ખમાસમણું આપ્યું છે. એમાં રહેલું ‘મિથ્યાત્વ” ત્યાજ્ય છે, જ્ઞાન નહિ.
* ૧૪ પૂર્વીને જ કેવળજ્ઞાન થાય, એવું ખરું ? માલતુષ મુનિ પણ કેવળજ્ઞાન મેળવી શકે અને ચૌદપૂર્વી પણ નિગોદમાં જઈ શકે. માટે જ કહું છું : જ્ઞાન ભલે થોડું હોય, પણ ભાવિત બનેલું
કહ્યું કલાપૂર્ણસૂરિએ ૧૪૩