________________
‘પરમાન’ નામનું ભોજન [સમ્યક્ ચારિત્ર] ખવડાવે છે. અંધ અને રોગી ભીખારી જેવા આપણે ના....ના... કરતા રહીએ છીએ ને કરુણામૂર્તિ ગુરુદેવ પોતાનું કાર્ય કરતા રહે છે. આવા ગુરુમાં ક્યારેય કરુણાના દર્શન થયા ?
* ભગવાનનો પ્રેમ એટલે આત્માનો પ્રેમ.
ભગવાનની જાણકારી એટલે આત્માની જાણકારી. ભગવાનમાં રમણતા એટલે આત્મામાં રમણતા. જેહ ધ્યાન અરિહંત કો સોહી આતમ ધ્યાન;
ભેદ કછુ ઈણ મેં નહિ, એહિ પ૨મ નિધાન,’’ પેલો ભીખારી નથી ઈચ્છતો છતાં ગુરુ તેને આ બધું કેમ આપે ?
ગુરુ જાણી જાય છે : એ અહીં આવ્યો એ જ એની યોગ્યતા ! કાપડની દુકાને આવેલા ગ્રાહકને વેપારી ઓળખી લે ને ? કાપડ લેવા જ આ આવ્યો હશે !
અભયકુમા૨ને ખ્યાલ આવી ગયેલો : આર્દ્રકુમારને મારી સાથે દોસ્તી કરવાનું મન થયું, એ જ એની યોગ્યતા. યોગ્યતા વિના મારી સાથે કોઈને દોસ્તી કરવાનું મન જ ન થાય.
ગુરુ પણ આ રીતે જાણતા હોય છે. આથી જ કંઇક પરાણે પણ આપવા ઉદ્યમ કરતા રહે છે.
* શાહુકાર માણસ ગામ છોડતી વખતે બધું જ દેવું ચૂકતે કરીને જાય, તેમ આપણે આ શરીર છોડવાના અવસરે બધા પાપની આલોચના કરીને શુદ્ધ થવાનું છે.
માળાનો પ્રભાવ
લીલી માળાથી રોગ મટે.
લાલ માળાથી લક્ષ્મી મળે, શત્રુ દૂર થાય. પીળી માળાથી યશ મળે, પરિવાર વધે.
પુષ્પાવતી ચરિત્ર
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક ૦૯