________________
પાર્શ્વનાથ ભગવાનનો ફોટો સ્વીકાર્યો અને મંત્ર પણ સ્વીકાર્યો.
* લાકડીઆનો ભાઈ કહે છે : મારે પગે ચાલીને પાલીતાણા જવું છે. તેને કહેવામાં આવ્યું તો ““ચાલો આપણે ચિત્રોડ, ગાગોદર થઈને આગળ જઈએ.'
ના... હું રહીશ તો અહીં જ. ચિત્રોડ-બિત્રોડ ક્યાંય હું નહિ આવું. હા, મારે જવું છે પગે ચાલતા પાલીતાણા... પણ રહેવું છે લાકડીઆ.
આવા મૂર્ખને શું કહેવું? પાલીતાણા જવું છે, પણ લાકડીઆ છોડવું નથી.
આપણી હાલત આવી છે. મોક્ષે જવું છે પણ મોક્ષમાર્ગે એક ડગલુંય ચાલતું નથી. સિદ્ધિ જોઈએ છે, પણ સાધના કરવી નથી. શિખરે પહોંચવું છે, પણ તળેટી છોડવી નથી. ક્ષમા મેળવવી છે, પણ ક્રોધ છોડવો નથી. મુક્તિ મેળવવી છે પણ સંસાર છોડવો
નથી.
* જ્ઞાની પુરુષોનો પ્રશ્ન છે : તમને સાચા અર્થમાં મુક્તિની રુચિ જાગી છે? “મોક્ષમાં જવું છે.” એનો અર્થ શું? તે તમે જાણો છો ? મોક્ષે જવું એટલે ભગવાન સાથે એકમેક બની જવું. આપણે મોક્ષ-મોક્ષ કરતા રહ્યા, પણ ભગવાનને સાવ જ ભૂલી ગયા.
* બધાને બાળી નાખનાર ચંડકૌશિક પાસે ભગવાન કેમ ગયા? એ પણ અણબોલાવ્યે ગયા. ગયા તો પણ એ સ્વાગત તો નથી કરતો, પણ ફૂંકાડા મારીને ડંખ મારે છે.
છતાં કરુણા સાગર ભગવાન ત્યાં જ ઊભા રહ્યા. ચંડકૌશિક પાસે ઊભા રહેલા એ ભગવાનને તમે માનસ દૃષ્ટિથી જુઓ. તમને કરુણામૂર્તિ જગદંબાનું દર્શન થશે.
ગુરુ પણ આપણી ઈચ્છા ન હોવા છતાં ઘણીવાર આવું કરતા હોય છે.
તત્ત્વ પ્રીતિકર પાણી પીવડાવે છે. [ સમ્યગૂ દર્શન] વિમલાલોક' નામનું અંજન આંજે છે. [સભ્ય જ્ઞાન
૪૦૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ