SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ પુગલ છે.] ન મળે ત્યાં સુધી મોક્ષ મળે ? જીવનો પણ પરસ્પર ઉપકાર છે જ. માત્ર એ તરફ આપણી દષ્ટિ જવી જોઈએ. જડ પુદ્ગલ પણ ઉપકાર કરતા હોય તો આપણે તો ચેતન છીએ. આપણે ઉપકાર કરીએ તો પણ ગર્વિત નથી થવાનું! ઉપકાર કરીએ તો જ ઋણમુક્ત બની શકીએ. આ સિવાય અનંત ત્રણમાંથી મુક્ત થવાનો અન્ય કોઇ જ માર્ગ નથી. આ માનવ-જીવનમાં સંયમ જીવન પામીને જ આપણે ત્રણમુક્ત બની શકીએ. કારણ કે આ સંયમ જીવનમાં કોઈ જીવને સતાવવાનો નથી, પીડવાનો નથી. આવું જીવન અહીં જ શક્ય છે. કોઈ દેવાળીયા માણસને કોર્ટ શું સજા ફરમાવે ? આપણે પણ દેવાળીયા છીએ. કર્મસત્તા એનો બદલો લીધા વિના રહેનાર નથી. ઋણ મુક્તિની દૃષ્ટિ સતત નજર સમક્ષ રાખીએ તો કદી અહંકાર ન આવે, કૃતજ્ઞતા ન આવે, ઋણથી મસ્તક સતત ઝૂકેલું રહે. * પરહિત વિના આત્માનું હિત શક્ય જ નથી. પરોપકાર વિના સ્વોપકાર શક્ય નથી. ખરેખર તો પરોપકાર અને સ્વોપકારનો ભેદ આપણી દૃષ્ટિએ છે. જ્ઞાનીની નજરે તો સ્વ-પરનો કોઈ ભેદ જ નથી. આપણે પ્રભુની પૂજા કરીએ છીએ એટલે પરની પૂજા નથી કરતા, પણ “પરમ”ની પૂજા કરીએ છીએ અને એ “પરમ” આપણામાં જ છૂપાયેલું છે. એમના જેવા ન બનીએ ત્યાં સુધી પ્રભુની પૂજા કરતા રહેવાનું છે. “જલ્દીથી સિદ્ધ બનો.” એ જ જ્ઞાનીઓની આજ્ઞા છે. મંદિરમાં રહેલી પ્રતિમા મૂકપણે આ જ સંદેશો સતત આપી રહી છે. આપણે આ સંદેશો સાંભળતા નથી, આ જ તકલીફ છે. જો આ સંદેશો સંભળાય તો પ્રભુના અનંત ગુણો યાદ આવવા લાગે, હૃદય પ્રભુ કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૨૩
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy