________________
જેટલી સમાધિ બીજાને આપીશું, તેટલી જ સમાધિ આપણને મળશે. બીજાને અસમાધિ આપનારો પોતાની જ અસમાધિનું રીઝર્વેશન કરે છે, એ કદી ભૂલશો નહિ.
તમારી પાસે જે મન-વચન-કાયાદિની શક્તિ છે, તે બીજાના કામમાં આવે તે જ તેની સાર્થકતા છે. જો એ ન થયું તો ?
પંચ પરમેષ્ઠી કેમ નમસ્કરણીય છે? કારણ કે તેઓ પરોપકાર નિમગ્ન છે. એમની શક્તિ બીજાના ઉપકારમાં જ વપરાઈ છે.
ઉપા. પ્રીતિવિજયજીએ પોતાની શક્તિઓનો આ રીતે ઉપયોગ કર્યો હતો.
ગયા વર્ષે વિહાર કરતાં સામેથી ટ્રકની ટક્કર વાગતાં નીચે પટકાયા. ક્યાં પડીએ ? કેવી રીતે પડીએ ? એ ત્યારે માણસના હાથમાં નથી હોતું. એમને બ્રેઈન હેમરેજ થયું. અને ૨૪ કલાક પછી સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયા.
તેમણે પાલીતાણામાં દીક્ષા લીધી હતી. સાધુ-સાધ્વીજીઓના યોગોદ્વહનમાં ખૂબ જ રસ હતો. રોજ તેઓ ઓછામાં ઓછું એકાસણું કરતા. પલાંસવામાં ૨૦૧પમાં પૂ. કનકસૂરિજી મ.ની નિશ્રામાં ૪૫ ઉપવાસ કરેલા. ૩૦, ૧૬, ૮ વગેરે ઉપવાસો તો ઘણીવાર કરેલા. વર્ધમાનતપની ૧૦૦ ઓળી પૂર્ણ કરેલી.
૧૦૦ મી ઓળીના પારણા માટે રાહ તો મારી જોતા હતા, પણ મુનિઓના આગ્રહથી ૧૦૦ મી ઓળી પૂર્ણ કરી. વાત પણ ખરી છે. જીવનનો શો ભરોસો ? આજે આંખ ખુલી છે. આવતી કાલે બંધ પણ થઈ જાય. જે તે વખતે ૧૦૦મી ઓછી ન થઈ હોત તો....? | [આવતી કાલે અર્ચના, સારિકા, ઉર્વશી, મોનલ, જયા અને રશ્મિ - છ કુમારિકાઓની દીક્ષા છે. વર્ષીદાનનો વરઘોડો તથા દીક્ષા - બન્ને આવતી કાલે છે.]
5
U
)
કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૩૫૩