SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ જાય છે. ભલે એ ઘાસના તણખાની જેમ જલ્દી ચાલી જાય, પણ છે એ આત્માનું સુખ ! અત્યાર સુધી આપણે બાહ્ય પદાર્થોમાં સુખ માનતા આવ્યા છીએ. મિત્રાદષ્ટિમાં પ્રવેશ થતાં જ આત્માનંદની ઝલક શરૂ થઈ જાય છે. આત્માનો આનંદ તો અંદર જ પડેલો છે. અંદર આનંદનો નિરવધિ સાગર ઊછળી રહ્યો છે, પણ પ્રદેશ પ્રદેશે લાગેલી અનંત કાર્મણ-વર્ગણાઓએ એ સુખ રોકી રાખ્યું છે. કેવળજ્ઞાન આપણા સૌની અંદર પડેલું જ છે. જ્ઞાનની તરતમતા દ્વારા આપણને એની પ્રતીતિ પણ થયા કરે છે. જ્ઞાનાવરણીય કર્મની જરૂર જ એટલે પડી. કારણ કે અંદર અનંત જ્ઞાન બેઠું છે. એ જ્ઞાન પ્રગટ ન થઈ જાય તેની તકેદારી જ્ઞાનાવરણીય કર્મ રાખી રહ્યું છે. “ભગવન્! આપ પ્રસન્ન થાઓ.. માટે હું તમારે દ્વાર આવ્યો છું. પ્રભુ ! પ્રસન્ન થાઓ.” આમ ભક્ત કહે છે. ભગવાન કહે છે : ““તું પ્રસન્ન થા, એટલે હું પ્રસન્ન જ છું.” ન્યાયની ભાષામાં અને અન્યોન્યાશ્રય દોષ કહેવાય. તું પ્રસન્ન થા તો હું થાઉં !' ઓલો કહે કે પહેલા તે પછી હું. ઘણીવાર જોઈએ છીએ ને ? ઘણા કહેતા હોય છે : “તું દીક્ષા લે પછી હું.” પેલો પણ કહે : “પહેલા તું, પછી હું.” કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી કહે છે : “હે પ્રભુ ! આ અન્યોન્યાશ્રય દોષ આપ જ ટાળો.” “અન્યોન્યાશ્રયે મિખ્યિ પ્રસીદ્ર વન્ મયિ !'' પ્રભુને પ્રસન્ન કરવાની વિનંતી માત્ર હેમચન્દ્રસૂરિજી જ નહિ, ગણધરો પણ કહે છે : “તિસ્થયરી કે પક્ષીયંતુ '' ઓ ભગવંતો ! મારા પર પ્રસન્ન બનો. ભગવાન કદી એમને એમ પ્રસન્ન નથી બનતા, એમને એમ કહ્યું કલાપૂર્ણસૂરિએ કે ૨૦૫
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy