________________
શરીર અને આત્માનું ભેદજ્ઞાન ન થયું હોય તો નિરાશ નથી થવાનું, પણ એ માટે પ્રયત્ન કરવાનો છે. એ માટે તો આપણે દાદાની શીતળ છાયામાં એકઠા થયા છીએ. મળશે તો અહીંથી મળશે.
દાદાનું દર્શન સુલભ નથી, એ માટે ચડવું પડે છે. પ્રભુને મેળવવા હોય તો આ જ રીતે ગુણઠાણાઓમાંથી પસાર થવું પડે છે.
હિંગળાજના હડા વગેરેથી આપણે કદી પાછા ફરતા નથી, પણ ગ્રન્થિભેદ કરતા કેટલીયેવાર પાછા ફર્યા છીએ.
* કેટલીકવાર શાસનપ્રભાવનાના નામે, શાસ્ત્રજ્ઞાનના નામે કે બીજા કોઈ નામે અહંકારને જ પોપ્યો છે. આત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સંભવ છે કે બીજ ગુણો પણ તારી ન શકે.
માટે જ પૂ. ઉપા. યશોવિજયજીએ કહ્યું છે : “જિમ જિમ બહુશ્રુત બહુજન સમ્મત, બહુ શિષ્ય પરિવરીયો ; તિમ તિમ જિનશાસનનો વૈરી, જો નવિ નિશ્ચય ધરીયો.”
* આ આદિનાથ દાદા, દર્શન આપવા માટે જ છે. દેવ, દર્શન નહિ આપે તો બીજું કોણ આપશે ? સાધુપણું મળી ગયું, એટલે સમ્યગું દર્શન મળી જ ગયું છે, એવી ભ્રમણામાં રહેતા નહિ.
પ્રભુ-દર્શન માટેની તડપન તમે આનંદઘનજીના સ્તવનોમાં જોઈ શકો છો. આનંદઘનજીના સ્તવનોમાં સંપૂર્ણ સાધનાક્રમ છે, ક્રમશઃ ૧૪ ગુણસ્થાનકો છે, એમ પ્રભુદાસ બેચરદાસ પારેખે લખ્યું છે.
પ્રથમ સ્તવનમાં પ્રભુનો પ્રેમ, પ્રભુની લગની, બીજામાં પ્રભુના માર્ગની ખોજ આદિ સ્પષ્ટ દેખાય છે. ઠેઠ ૧૩મા સ્તવનમાં સમ્યગદર્શનની પ્રાપ્તિ છે.
* નરસૈયો હોય કે મીરાં હોય કે ગમે તે હોય, જે નામે પણ પ્રભુને પ્રેમપૂર્વક ચાહતા હોય તેમને આખરે પ્રભુ-દર્શન થવાના જ. બધી જ નદીઓ આખરે સમુદ્રને મળે છે, તેમ બધા જ પ્રભુના નમસ્કારો વીતરાગ પ્રભુ તરફ લઈ જાય છે.
* મિત્રાદષ્ટિમાં પ્રવેશ થતાં આત્મિક આનંદની ઝલક શરૂ
૨૦૪ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ