SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાનમાંથી પેદા થયેલું છે. * કર્મની ચુંગાળમાંથી મુક્ત બનવાનો માર્ગ આ છે : મિથ્યાત્વ નહિ, સમ્યક્ત્વ, અવિરતિ નહિ, વિરતિ, પ્રમાદ નહિ, અપ્રમાદ. કષાય નહિ, અકષાય. અશુભ યોગો નહિ, શુભ યોગોમાં પ્રવૃત્તિ. આમ કરીશું તો જ કર્મોમાંથી મુક્તિ મળી શકશે, દબાયેલું ઐશ્વર્ય મેળવી શકાશે. પંચાચારમાં પહેલો જ દર્શનાચાર કે ચારિત્રાચાર નહિ, પણ જ્ઞાનાચાર છે, તે જ્ઞાનની મુખ્યતા કહે છે. જ્ઞાનાચારના પાલનથી આપણું જ્ઞાન સ્થિર અને સુદઢ રહે. જ્ઞાનના આઠેય આચાર જીવનમાં વણાયેલા છે ને ? શિક્ષક પાઠ આપે ને વિદ્યાર્થી બીજા દિવસે તે યાદ કરીને સંભળાવે. અહીં તમે પાઠ યાદ કરો છો ? આઠેય આચારો જ્ઞાનને વધારનારા છે, એ ભૂલશો નહિ. * સમ્યકત્વ પૂર્વે ત્રણ કરણ કરવા પડે. “કરણ” એટલે સમાધિ. કરણ વખતે આત્મશક્તિ એટલી વધે કે કદી ન તૂટેલી રાગદ્વેષની ગાંઠ ત્યારે તૂટી જાય. અચરમ યથાપ્રવૃત્તિ કરણ તો અભવ્યને પણ હોય, મહત્ત્વની વાત છે : ચરમ યથાપ્રવૃત્તિકરણની. ચરમ યથાપ્રવૃત્તિકરણની સાબિતી શી ? તેને હવે રાગ-દ્વેષના તીવ્ર ભાવો ન થાય. શરીરમાં આત્મબુદ્ધિ ટળતી જાય. શરીરમાંથી આત્મબુદ્ધિ હજુ મારી પણ ટળી નથી. હા, એ માટેનો પ્રયત્ન ચાલુ છે. પ્રભુને રોજ પ્રાર્થના કરું છું. અપવિત્ર, અનિત્ય, અને અશુચિ શરીરમાં પવિત્રતા, નિત્યતા અને શુચિતાની બુદ્ધિ કરવી એ જ અવિદ્યા છે, અવિવેક છે. વિવેક દ્વારા જ આ અવિદ્યા તોડી શકાય. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૨૦૩
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy