________________
સા-તાજા રાખીને જીવન મધુર બનાવવા માંગીએ છીએ. બાવળીઆને વાવીને કેરીની આશા રાખીએ છીએ.
કષાયોની મંદતાથી લેશ્યાઓ વિશુદ્ધ થતી જાય, ગુણો પ્રગટ થતા જાય, દોષો દૂર થતા જાય. ગુણો જ આપણા કાયમી સાથી
આપણી મુશ્કેલી આ છે : દોષોને આપણે સાથી માની લીધા
| દોષો વળગેલા છે એ તો ઠીક પણ એ દોષો પાછા મીઠા લાગે છે. બેડીને આભૂષણ માનીએ છીએ.
* ““હું કોઈનું ન માનું, ગુરુનું પણ નહિ.” આવી સ્વચ્છેદ વૃત્તિ મોહની પરાધીનતા છે. જેણે ગુરુની પરાધીનતા છોડી, તેણે મોહની પરાધીનતા સ્વીકારી. મોહની પરાધીનતામાં સ્વતંત્રતાના દર્શન કરવા મહામોહ છે.
નાનકડી કલા શીખવા માટે પણ વ્યવહારમાં ગુરુને સંપૂર્ણ સમર્પણ કરવું પડે છે. સમર્પણ વધુ તેમ કલાજ્ઞાન વધુ. અર્જુન શા માટે સૌથી વધુ હોંશિયાર થયો? અર્જુનનું ગુરુ-સમર્પણ સૌથી ઉત્કૃષ્ટ હતું. સમર્પણ વધુ તેમ જ્ઞાન વધુ !
વ્યાવહારિક જ્ઞાન શીખવા માટે પણ આટલી સેવા કરવી પડે તો આધ્યાત્મિક જ્ઞાન માટે તો કહેવું જ શું ? જેણે ગૃહસ્થપણામાં માતા-પિતાની સેવા નથી કરી તે દીક્ષામાં ગુરુની સેવા કરે, એ વાતમાં માલ નથી. આથી જ જય વીયરાયમાં સૌ પ્રથમ “નાબૂ' [એટલે કે માતા-પિતા આદિ ગુરુજનની પૂજ] ની માંગણી કરવામાં આવી છે. પછી જ “સુદાનો તલ્વયા-સેવા મવમવંs” કહીને સદ્ગુરુનો યોગ અને તેમના વચનની અખંડ સેવાની માંગણી કરી છે.
* માતા-પિતાની સેવા પણ સ્વાર્થથી ન થાય માટે “જય વિયરાય”માં પછી લખ્યું : “પરસ્થર ’ મને “પરોપકાર ભાવ મળો. આ રીતે માતા-પિતાની ભક્તિ અને પરોપકારનો ભાવ આવ્યા પછી જ સદ્ગુરુનો સંયોગ મળે. માટે જ પછી લખ્યુંઃ “યુગુરુઝા '
૩૦૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ