________________
હોય, છતાં જો તે અવિનીત અને ગૌરવયુક્ત હોય તો તેની અહીં કોઈ કિંમત નથી. વિનય વિના કોઈ ગુણ ન શોભે. બધા જ ગુણો એકડા વગરના મીંડા સમજવા.
જ્ઞાન અને ચારિત્ર વિનયથી જ શોભે. વિનયથી સમ્યગ્દર્શન મળે એમ કહેવા કરતાં વિનય સ્વયં સમ્યગુ દર્શન છે, એમ કહીએ તો પણ વાંધો નથી. વિનય ભક્તિરૂપ છે. ભક્તિ સમ્યગ્દર્શન છે.
ભગવાનના સાક્ષાત દર્શન કરાવવાની આંખ ગુરુ પાસે છે. ગુરુ વિનયથી જ મળી શકે, ફળી શકે. યોગશાસ્ત્રનો ૧૨મો પ્રકાશ વાંચી જુઓ. સદ્દગુરુની કરુણાનું વર્ણન જોવા મળશે.
* વિનય વિના તપ નિયમ આદિ મોક્ષપ્રદ બની શક્તા નથી.
* એક બાજુ ૧૪ પૂર્વી છે, ને બીજી બાજુ એક આત્માને જાણનારો છે. આત્માને જાણનારો, ૧૪ પૂર્વી જેટલી જ કર્મ-નિર્જરા કરી શકે. બન્ને શ્રુતકેવળી ગણાય. ૧૪ પૂર્વી ભેદ નથી ને આત્મજ્ઞાની અભેદ નયથી શ્રુતકેવળી ગણાય. સમયસારના આ પદાર્થો ખોટા નથી. પણ એના અધિકારી અપ્રમત્ત મુનિ છે.
* પાટણમાં લાલ વર્ણના પ્રતિમા જોઈ મેં પૂછ્યું : શું આ વાસુપૂજ્ય સ્વામી ભગવાન છે ? પૂજારી બોલ્યો : નહિ મહારાજ ! આ લાલ રંગ તો પડદાના કારણે દેખાય છે. પડદો હટાવતાં જ સ્ફટિક રત્નની પ્રતિમા ઝળકી ઊઠી. આપણો આત્મા પણ શુદ્ધ સ્ફટિક જેવો જ છે. કર્મના પડદાના કારણે તે રાગ-દ્વેષી લાગે છે.
* વર્ષો પહેલા ૧૮ રૂપીયે તોલો સોનું એક ભાઈએ ખરીદું. આજે તે વેંચે તો કેટલા રૂપીયા મળે ? કેટલો ભાવ ગણાય ? તે જ રીતે નાનપણમાં ગોખેલા પ્રકરણ ગ્રંથો સિસ્તામાં મળેલા કહેવાય ને ?] મોટી ઉંમરમાં લાખો-કરોડો કરતાં પણ મૂલ્યવાન બની રહે છે. કારણ કે પરિપકવ ઉંમરમાં તેના રહસ્યો સમજાય છે. રહસ્યો સમજાતાં તેનું મૂલ્ય સમજાય છે.
* તમને સુધારવા હોય ત્યારે હું તમને અવિનય વગેરે તમારા દોષો કહું છું, તમારો ઉત્સાહ વધારવા માંગતો હોઉં ત્યારે હું તમને સિદ્ધના સાધર્મિક બંધુ કહું છું. જે વખતે જે જરૂરી લાગે તે કહું.
જ છે કહ્યું કલાપૂર્ણસૂરિએ