________________
લીંબડી
ફા. વદ-૯ ૨૯-૩-૨૦૦૦, બુધવાર
* ધર્માચાર્યો ઉપદેશ આપે, માર્ગ બતાવે પણ જીવમાં લાયકાત જ ન હોય તો ? દીપક પ્રકાશ આપે, પણ આંખ જ ન હોય તો ? આ ગ્રંથ આપણને લાયકાત મેળવવાનું કહે છે, વિનયની આંખ મેળવી લેવાનું કહે છે. જ પ્રભુ ના ધ્યાનથી મોક્ષ મળે એ ખરું, પણ ધ્યાન માટેની પાત્રતા પણ જોઇએ ને ? એ પાત્રતા પણ વિનયથી જ આવે છે.
* માટી પોતાની મેળે ઘડો ન બની શકે, પત્થર પોતાની મેળે મૂર્તિ ન બની શકે, તેમ જીવ, ભગવાન વિના પોતાની મેળે ભગવાન ન બની શકે. પત્થર ખાણમાં રહેલો હતો. તેમ આપણે નિગોદમાં રહેલા હતા. ખાણમાંથી બહાર નીકળવાથી માંડીને પત્થર પર શિલ્પી દ્વારા અનેક પ્રક્રિયા થઈ ત્યારે તે મૂર્તિરૂપ બન્યો. તેમ આપણે નિગોદમાંથી બહાર આવ્યા ને ઠેઠ માનવ-ભવ સુધી પહોંચ્યા તેમાં ભગવાન દ્વારા થયેલી કૃપારૂપી પ્રક્રિયા જ કારણ છે.
મરુદેવી માતા પોતાની મેળે કેવળજ્ઞાન પામી ગયાં, એમ નહિ માનતા. જો એમ હોત તો પહેલા જ કેવળજ્ઞાન મળી જવું જોઈતું હતું. પણ ભગવાન મળ્યા પછી જ કેવળજ્ઞાન થયું.
એક હજાર વર્ષ સુધી ઋષભ... ઋષભ... જાપ જપતા રહ્યાં.
કહ્યું કલાપૂર્ણસૂરિએ ૦૫