________________
દેવ-ગુરુ-કૃપાએ કદાચ ગુણોનો વિકાસ થયો હોય તોય ગુપ્ત રાખજે. દુનિયાને દેખાડતા નહિ. દેખાડવા ગયા તો લુંટાઈ જશો. અહંકાર આદિ આવી જતાં વાર નહિ લાગે.
શાસ્ત્રમાં એક દ્રષ્ટાંત આવે છે. આમ તો હું દષ્ટાંતો ખાસ નથી કહેતો, પણ આજે કહું.
જંગલમાં એક જૈન મુનિ યોગની સાધના કરતા હતા. એમની યોગસાધનાના પ્રભાવથી સિંહાદિ જંગલી પ્રાણીઓ પણ શાંતવૃત્તિવાળા બની ગયા.
પામેલા સંતોનું આ લક્ષણ છે. એની સમીપમાં આવનાર ઉપશાંત બને જ.
ભગવાન માત્ર બોલવાથી જ ઉપકાર કરે છે, એવું નહિ માનતા. એમના અસ્તિત્વ માત્રથી પણ ઉપકાર થતો રહે છે, એ સમજવું પડશે.
અભિમાની ઇન્દ્રભૂતિ, માત્ર ભગવાનના દર્શન કરે છે ને ઠંડોગાર બની જાય છે, અભિમાનનો પર્વત ચૂર-ચૂર થઈ જાય છે, એ પ્રભુના સામીપ્ય માત્રનો પ્રભાવ હતો.
ભગવાનની પાસે ૩૩ પાખંડીઓ બેસે, પણ ચૂં પણ ન કરી શકે. આ પ્રભુનો પ્રભાવ છે.
પશુ-પંખીઓ, માનવો-આદિ ભગવાનના સામીપ્ય માત્રથી પામી જતા હોય છે. પ્રભુના પ્રભાવથી એમનું હૃદય આનંદથી ભરાઈ જાય, મસ્તક ઝૂકી પડે, એટલે કામ થઈ ગયું. બીજાધાન થઈ ગયું. ભગવાનને જોઈને રાજી થવું એ જ યોગનું બીજ છે.
આ જ રીતે જંગલમાં રહેતા યોગીઓ પણ વિશ્વ પર ઉપકાર કરતા રહેતા હોય છે. એમના અસ્તિત્વ માત્રથી ઉપકાર થતો રહે છે.
યોગીથી શાંત બનેલો એક સિંહ યોગીનો પ્રભાવ ફેલાવવા બાજુની પલ્લીમાં ગયો. ત્યાંના સરદારે તીર છોડતાં તેણે નિશાન ચૂકવ્યું ને એ [સિંહ] માનવ-ભાષામાં બોલી ઊઠ્યો : “જે એ
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૮૫