________________
પૂર્ણ દૃષ્ટિ પૂર્ણ જુએ.
કાળા ચશ્માથી કાળું દેખાય,
પીળા ચશ્માથી પીળું દેખાય.
ઘણા ભક્તો કહે છે : મને બધે જ ભગવાન દેખાય છે. તે આવી પૂર્ણદૃષ્ટિના કારણે.
સૃષ્ટિ નથી બદલાતી. સૃષ્ટિ તો તેવી જ રહે છે, પણ આપણી જોવાની દૃષ્ટિ બદલાય છે. જેમ જેમ દૃષ્ટિ બદલતી રહે છે, તેમ તેમ સૃષ્ટિ પણ બદલાતી રહે છે. સૃષ્ટિનો આધાર આપણી દૃષ્ટિ પર છે. પ્રગટ્યો પૂરણ રાગ..... મેરે પ્રભુશું...
પૂરણ મન સબ પૂરણ દિસે,
નહિ દુવિધા કો લાગ;
પાઉં ચલત પનહિ જો પહિને,
તસ વિ કંટક લાગ....'
આ પૂર્ણ દૃષ્ટિથી દેખાતી સૃષ્ટિનો શબ્દ ચિતાર છે.
પૂર્ણતાની દૃષ્ટિ મેળવવા મગ્નતા જોઇએ. તેના માટે સ્થિરતા જોઇએ. પછી પછીના અષ્ટકો પૂર્વ-પૂર્વના ગુણોની પ્રાપ્તિનું કારણ છે, એમ સમજાયા વિના નહિ રહે.
* દેહાધ્યાસ ટાળવો છે, પણ દેહ વિના કાંઇ જ દેખાતું નથી. કરવું શું ? આવો પ્રશ્ન થતો હોય તો હું કહીશ : તમે પ્રભુને સામે રાખો. પ્રભુને સ્મરો. પ્રભુને પૂજો. પ્રભુને ભજો. પ્રભુને સ્મરવા, પૂજવા, ભજવા એટલે પોતાના જ આત્માને સ્મરવો, પૂજવો અને ભજવો.
અહીં જે કમાણી થશે તે આપણને જ ભગવાન આપી દેશે, પોતાની પાસે રાખવાના નથી જ.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ * ૪૫