________________
પાલીતાણા
અષાઢ સુદ-૪ ૫-૭-૨૦૦૦, બુધવાર
* પોતાનામાં રહેલા શાશ્વત જ્ઞાન, આનંદ અને ઐશ્વર્ય મેળવવા માટે આ ધર્મ-સાધના છે. એ માટે જ ભગવાને તીર્થસ્થાપના કરી છે. ““મને જે મળ્યું છે, તે માર્ગ બધાને મળો. આવો માર્ગ હોવા છતાં શા માટે જીવો માર્ગભ્રષ્ટ બનીને ભટકે ? ઔષધિ હોવા છતાં શા માટે રોગી રહે ? પાણી હોવા છતાં શા માટે તરસ્યા રહે ? ભોજન હોવા છતાં શા માટે ભૂખ્યા રહે? દુઃખ નિવારણનો ઉપાય હોવા છતાં શા માટે દુઃખી રહે ? મારું ચાલે તો સૌને સુખી બનાવું, સૌને શાશ્વત સુખનો માર્ગ બતાવું.” આવી ભવ્ય ભાવનાથી બંધાયેલા તીર્થંકર નામકર્મના ઉદયથી ભગવાને તીર્થની સ્થાપના કરી છે.
* નદીમાં ટીચાતો-પીટાતો પત્થર પોતાની મેળે ગોળ બની જાય. આપણને એમ જ લાગે : કોઈ શિલ્પીએ એને ગોળ બનાવ્યો હશે ! આપણો આત્મા પણ આ રીતે સંસારમાં ટીચાતો-પીટાતો કંઈક યોગ્ય બને છે. ૭૦ કોટાકોટિ સાગરોપમમાંથી ૬૯ કોટાકોટિ સાગરોપમ ઓછા કરી અન્તઃ કોટાકોટિ સાગરોપમની મોહનીયની કર્મની સ્થિતિ બનાવે છે, ત્યારે યથાપ્રવૃત્તિકરણ કરીને સમ્યક્ત્વની નજીક આવે છે. આવી સ્થિતિ આવ્યા પછી જ ધર્મ ગમે. જો કે અહીં આવવાથી જ કામ થઈ જાય છે, એવું નથી. આપણે અહીં
એક જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ