________________
અનંતીવાર આવી ચૂક્યા છીએ, પણ પ્રન્થિભેદ કર્યા વિના, રાગદ્વેષની તીવ્ર ગાંઠ ભેદ્યા વિના, સમ્યગદર્શન પામ્યા વિના પાછા ફર્યા છીએ. ધર્મ આપણને ગમ્યો નથી. અત્યારે પણ આવા જીવો જોઇએ છીએ ને ? ધરમ.... ધરમ.... શું કરો છો ? કોઈ આર્થિકસામાજિક વાત હોય તો સાંભળીએ. અમને મજા આવે. આવા જીવોને ધર્મ સાંભળવો જ ગમતો નથી, શ્રદ્ધા કે આચરણની વાત જ ક્યાં ?
* મીંયા ભલે આજનું કમાયેલું આજે જ વાપરીને આવતી કાલની ચિંતા ન કરે. “આજ ઈદ, ફિર રોજ.' કહેવત પ્રમાણે ચાલે, પણ બુદ્ધિશાળી વાણિયો આવું ન કરે. એ તો ભાવિનું પણ વિચારે.
અત્યારે મળેલી ધર્મ સામગ્રી પૂર્વની ધર્મારાધનાનું ફળ છે. પણ અત્યારે જે વિશેષ ધર્મ-આરાધના નહિ કરીએ તો પછી શું થશે ? આવો વિચાર ન આવે તો આપણે મીંયા જેવા છીએ.
* ભગવાનનું સ્મરણ કરવું એટલે આપણું જ શુદ્ધ સ્વરૂપ સ્મરવું. તે ભગવાનના ગુણોનું જ્ઞાન-ધ્યાન-ભાન કરો એટલે એ ગુણો તમારી અંદર પ્રગટવા લાગશે. કારણ કે એ ગુણો આપણી અંદર પડેલા જ છે. આપણા ઢંકાયેલા છે ને ભગવાનના પ્રગટેલા છે, એટલો જ માત્ર ફરક છે.
.... આવા ગુણ-સમૃદ્ધિ-પૂર્ણ ભગવાન છે... એમ માનીને પ્રભુ-મૂર્તિના દર્શન કરવાના છે. પછી તમને પ્રભુ-મૂર્તિમાં સમતારૂપી અમૃતની વૃષ્ટિ દેખાશે.
આનંદઘનજીની જેમ તમે પણ બોલી ઊઠશો ? “અમીય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોય; શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય...'
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૦