________________
એ ઇચ્છા સાચી કહેવાય ? કોટા બુંદીના લોકો જેવી ભાવના ન ચાલે.
મોક્ષનું પ્રણિધાન એટલે મોક્ષ માટેનો દઢ સંકલ્પ. એવો સંકલ્પ આવ્યા પછી જ પ્રવૃત્તિ આદિ આશયો આવે છે. દ્રવ્ય ક્રિયાઓ કારણ છે, કાર્ય નથી. કાર્ય તો આપણી અંદર પેદા થતો ભાવ છે - એ કદી ભૂલવું નહિ.
* ભાવથી શિષ્ય ક્યારે બનાય ? આપણી અહંતા, આપણું સંપૂર્ણ વ્યક્તિત્વ ગુરુના ચરણે ધરી દઈએ ત્યારે ! અહંતાના સંપૂર્ણ સમર્પણ વિના શિષ્યત્વ પ્રગટી શકે નહિ. આપણે વ્યવહારથી શિષ્ય જરૂર બન્યા છીએ, પણ “અહંતા” અકબંધ રાખી છે. શિષ્યત્વનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગૌતમસ્વામી છે.
અહીં “હંતુ સવ્વમા'માં “સર્વ' શબ્દ લખ્યો છે. એનો અર્થ થાય છે : સર્વ પ્રકારના માનનો ત્યાગ કરીને જ શિષ્યત્વ મેળવી
શકાય છે.
સાચો શિષ્ય બને તે જ સાચો ગુરુ બની શકે. મન-વચનઆદિનું સંપૂર્ણ સમર્પણ કરી શકે તે જ શિષ્ય બની શકે. આપણે મન-વચન આદિ સંપૂર્ણ અકબંધ રાખીને શિષ્ય બનવા માંગીએ છીએ. જો કે, અમે પોતે જ આવા છીએ.
પ્રશ્ન : આમાંના કોઈ સાચા શિષ્ય નથી ?
ઉત્તર : હું પોતે સાચો શિષ્ય નથી બન્યો તો બીજાની શી વાત કરું ? મેં પોતે મારા ગુરુની ક્યાં કેટલી સેવા કરી છે ? આ મારો દૃષ્ટિકોણ છે. એ દૃષ્ટિકોણ તમે ન લઈ શકો.
મારું કોઈ ન માને તો હું આવું વિચારું છું. આ રીતે વિચારવાથી મન સમતામાં રમમાણ રહે છે. બીજું કાંઈ યાદ ન રહે તો “સબે નવા મ્યવસ’ એ યાદ કરી લેવું. મારી વાતથી બધા જ વિનીત બની જશે, આજ્ઞાંકિત બની જશે. એવી જો મારી અપેક્ષા હોય તો તે વધુ પડતી છે. સંભવ છે : મારી વાત કોઈ જ ન સ્વીકારે. આમ છતાં મારો સમતાભાવ અખંડિત રહે તે દૃષ્ટિકોણ મારે અપનાવવો રહ્યો.
કહ્યું કલાપૂર્ણસૂરિએ ૧ ૬૩