SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ * સમર્પિત શિષ્ય કડવા વચનથી નારાજ ન બને અને મીઠા વચનોથી અભિમાન ન કરે : ““હું જ ગુરુજીને પ્રિય છું. મારી વાત ગુરુજી માને જ.” આ વિચાર પણ ઉદ્ધતાઈના ઘરનો છે. * ગુરુ પાસેથી ૭ વાર વાચના લેવી જોઇએ. ૭ વાર સંભળાય પછી જ એ પદાર્થ ભાવિત બને, ઘટ્ટ બને. પહેલા વિના પુસ્તકે માત્ર વાચના દ્વારા આ રીતે ચાલતું. ઘણીવાર એકનું એક સ્તવન વારંવાર બોલું છું. ઘણાને થશેઃ એકનું એક સ્તવન શા માટે? પણ જેમ જેમ એ શબ્દો ઘૂંટતા જઇએ તેમ તેમ કર્તાનો ભાવ વધુ ને વધુ સ્પર્શતો જાય. શબ્દો, કર્તાના ભાવોના વાહક છે. * શિષ્ય કેવો હોય ? જાતિ-કુલ-રૂપ-યૌવન-વીર્ય, સમત્વ, સત્ત્વથી યુક્ત, મૂદુ-ભાષી, અપિશુન [ચાડી-ચુગલી નહિ કરનારો], અશઠ, નમ્ર, અલોભી, અખંડ અંગવાળો, અનુકૂળ, સ્નિગ્ધ અને પુષ્ટ શરીરવાળો, ગંભીરઉન્નત નાસિકાવાળો, દીર્ધદષ્ટિવાળો, વિશાળ આંખોવાળો, જિનશાસનનો અનુરાગી, ગુરુ-મુખ તરફ જોનારો [એમનો આશય સમજનારો] ધીર, શ્રદ્ધાળુ, વિકારરહિત, વિનયપ્રધાન, કાલજ્ઞ, દેશg, સમયજ્ઞ, શીલ-રૂપ-વિનયનો જાણ, લોભ-ભય-મોહ રહિત, નિદ્રા પરિષહ વિજેતા. [ - ચંદાવિય પન્ના ૪૫ થી ૪૮]. અહીં રૂપવાન શિષ્ય શા માટે ? રૂપવાન શાસન પ્રભાવક બની શકે. કાણા - લંગડા વગેરે અપલક્ષણા કહ્યા છે. ઘણા મૂદુ બોલે, પણ આવું પાછું કરતા રહે, દાઢમાં બોલે. માટે કહ્યું : ચાડી-ચુગલી નહિ કરનારો. ભજન અને ભોજન ભોજન નીરસ તો ભજન સ-રસ ભોજન સ-રસ તો ભજન નીરસ જ છે કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy