________________
આવેશમાં બોલાયેલા મારા શબ્દો કેવી અસર ઉપજાવશે. બોલતાં પહેલા આ ખાસ વિચારો.
() ક્રોધ મારી જ શાંતિનો શત્રુ છે. શત્રુને હું મારા આત્મપ્રદેશોમાં સ્થાન શી રીતે આપી શકું? બીજા ભલે આપે, હું શી રીતે આપી શકું?
ક્રોધ એટલે બીજું કાંઈ નહિ, કામનાનું રૂપાંતર જ છે. ઊંડેઊંડે પડેલી વાસના ક્રોધરૂપે પ્રગટે છે.
ક્રોધથી સ્મૃતિ-શક્તિ નષ્ટ થાય છે. જે માણસો જેટલા આવેશવાળા હશે તેટલા તેઓ સ્મૃતિ-શક્તિમાં મંદ હશે. તમે જોજો.
બુદ્ધિ-સ્મૃતિનો નાશ થશે તો સાધના શી રીતે કરી શકીશું? ક્રોધને જીતવાના શસ્ત્રો ક્ષમા-મૈત્રી વગેરે છે.
સામાવાળા પર પણ તમારો મૈત્રીભાવ અખંડ રહે તે અંગે સાવધાની રાખો.
સફળતાના સૂત્રો ઝગડો થાય તેવું બોલવું નહિ. પેટ બગડે તેવું ખાવું નહિ. લોભ થાય તેવું કમાવું નહિ. દેવું થાય તેવું ખર્ચવું નહિ. મન બગડે તેવું વિચારવું નહિ. જીવન બગડે તેવું આચરવું નહિ. આવડે તેટલું બોલવું નહિ. દેખીએ તેટલું માંગવું નહિ. સાંભળીએ તેટલું માનવું નહિ. હસાય તેટલું હસવું નહિ.
૨૮૦ જ કહ્યું
ક્લાપૂર્ણસૂરિએ