________________
પાલીતાણા
વૈશાખ સુદ-૩ દ-૫-૨૦૦૦, શનિવાર
* ચંદાવિઝયમાં સાધુ-જીવનની કળા બતાવેલી છે.
ચારિત્રની પૂર્ણ વિશુદ્ધિ હોય તો આ જ જન્મમાં મોક્ષ મળે. ચારિત્રની વિશુદ્ધિ જેટલી દૂર તેટલો મોક્ષ પણ દૂર !
જ્ઞાન-દર્શનથી યુક્ત ચારિત્ર જ સાચું ચારિત્ર કહેવાય, એ વાત અનેકવાર સમજાવી ચૂક્યો છું. જ્યારે જ્યારે “ચારિત્ર' શબ્દનો પ્રયોગ આવે ત્યારે આવો અર્થ સમજવો.
શિરાના દરેક અંશમાં સાકર, ઘી અને લોટ વ્યાપ્ત છે. ત્રણેય એક થઈ જાય ત્યારે જ શિરો બને તેમ જ્ઞાન-દર્શન-ચારિત્ર ત્રણેય એકરૂપ બને ત્યારે જ મોક્ષમાર્ગ બને.
દર્શન-જ્ઞાન રહિત ચારિત્ર આપણે ઘણીવાર પાળ્યું.આ ભવમાં પણ એવું ચારિત્ર નથી ને ? એવી શંકા પણ આપણે રાખીએ તો આત્મ-નિરીક્ષણ કરવાનું મન થાય. આત્મ-નિરીક્ષણ વધે તો સાચા ગુણો ક્યારેક આવી શકે.
ખામી જ ન સમજાય તો તે દૂર કરવાનું મન ક્યાંથી થાય ?
ચારિત્રને પુષ્ટ બનાવનાર દર્શન-જ્ઞાન છે, એમ લાગ્યા કરે તો કોઈ વિહિત અનુષ્ઠાનમાં આપણે પ્રમાદ ન કરી શકીએ. બીજાના ગુણોની પ્રશંસા કરવી, પ્રભુભક્તિ કરવી વગેરે
૨૪૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ