________________
(૭) સમ્યક્ત્વ, વિરતિ, અપ્રમાદ, કાયોત્સર્ગ. (૮) અખેદ, અવેર, અદ્વેષ, અભય.
(૯) પ્રીતિ, મૈત્રી, ભક્તિ, વચન.
(૧૦) દુષ્ટ વિચાર, સંકલ્પ-વિકલ્પ, શુભ વિકલ્પ, અશુભ વિકલ્પ.
• પ્રશ્ન ૩ : નીચે જણાવેલા અધૂરા વાક્યના ચાર વિકલ્પોમાંથી સાચા વિકલ્પની સામે ૮ નિશાની કરી પાના નંબર લખો. (૧૦) (૧) જેનો વિનિયોગ નહિ કરો તે વસ્તુ...
(A) ભવાંતરમાં તમારી સાથે નહિ ચાલે. (B) તેના સંસ્કારો બદ્ધમૂલ નહિ બને. (C) તમારી પાસે નહિ ટકે. (D) તમારી પાસેથી ખોવાઇ જશે.
(૨) ભગવાન અને ગુરુનું બહુમાન વધતું જાય તેમ તેમ...
(A) મુક્તિ નિકટમાં આવતી જાય. (B) સંસાર કપાતો જાય. (C) ધર્મ વધતો જાય.
(D) આત્મગુણો વધતા જાય. (૩) ચિત્તરત્ન અસંક્લિષ્ટ બને તે જ ક્ષણે... (A) પ્રસન્નતા આપણામાં આવે છે.
(B) પ્રભુ આપણામાં પધારે.
(C) પ્રભુના વચનો સમજાય. (D) જગતના જીવો પર અનુકંપા પ્રગટે. (૪) અસીમ આનંદનો પળે-પળે અનુભવ એ જ... (A) ભગવાનમાં ભળ્યાની નિશાની છે. (B) સાધના સાચી છે તેની નિશાની છે. (C) અમૃત ક્રિયા છે. (D) સાચો ધર્મ છે.
(૫) જગતના જીવો પોતાનો પરિવાર લાગે ત્યારે જ... (A) મૈત્રીભાવનો ઉન્મેષ થઇ શકે. (B) ઋણના ભારથી દૂર થઇ શકાય. (C) પ્રેમના ફુવારા જીવનમાં છુટે. (D) પ્રભુની કરુણાનો સ્પર્શ થઇ શકે.
૫૫૦
* કહે કલાપૂર્ણસૂરિ-૨