________________
ઓપન બુક એક્ઝામ છે કહે કલાપૂર્ણસૂરિ-૨ (કહ્યું કલાપૂર્ણસૂરિએ)
સન્માયે રસ સા .
• પ્રશ્ન ૧ : નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
(૧૦) (૧) તપમાં સ્વાધ્યાય આવી જવા છતાં “તપ સજઝાયે રત સદા” એમ
કેમ લખ્યું ? (૨) ગુણો મેળવવા માટે પૂજ્યશ્રીએ ક્યો પ્રયોગ બતાવ્યો છે ? (૩) અરિહંત પ્રભુ સમગ્ર બ્રહ્માંડનો સાર છે, એ વાત પૂજ્યશ્રીએ શી
રીતે સમજાવી ? (૪) પદ્યવિજયજીને અંતિમ અવસ્થામાં પં. ભદ્રંકરવિજયજીએ શી રીતે
આરાધના કરાવી ? (૫) હરિભદ્રસૂરિજીની કૃતિઓની શી શી વિશેષતા છે ? (૬) દુર્ગતિમાં પડતા જીવને ધારી રાખે તે ધર્મ કહેવાય, એ વાત
પૂજ્યશ્રીએ શી રીતે સમજાવી છે ? ભરતક્ષેત્રમાં આપણો જન્મ, તે પણ ભગવાન દ્વારા આપણી પરીક્ષા
જ છે, એ વાત પૂજ્યશ્રીએ શી રીતે સમજાવી છે ? (૮) કાપરડા તીર્થનું રક્ષણ શી રીતે થયું ? (૯) ગોપાળભાઈમાં દીક્ષાની ઉત્સુકતા કયા પ્રસંગથી પ્રગટી ? (૧૦) આત્માના આનંદને નજર સામે રાખી રત્નત્રયી (દર્શન-જ્ઞાન
ચારિત્ર)ની વ્યાખ્યા આપો.
• પ્રશ્ન ૨ : નીચેના શબ્દોમાંથી એક અસંગત (બંધ બેસતો ન
હોય તેવો) શબ્દની આસપાસ કુંડાળું કરો. (૧૦) (૧) શબ્દ, નિઃશબ્દ, સમભિરૂઢ, એવંભૂત. (૨) પિંડ, શિખર, પર્વત, મહાસાગર. (૩) વાલનો ઘડો, ચણાનો ઘડો, તેલનો ઘડો, ઘીનો ઘડો. (૪) મધુર, તુલા, કટુ, તન્મય. (૫) ભક્તિ, મુક્તિ, આર્જવ, માર્દવ.
(૬) ઘી, દૂધ, સાકર, લોટ. કહે કલાપૂર્ણસૂરિ-૨ * *
= * * * * * * * * * * * * ૫૪૯