________________
વાંકી - પ્રવેશ
મહા સુદ-૧ ૬-૨-૨૦૦૦, રવિવાર
* પ્રભુ શ્રીવીરની છત્ર-છાયામાં આપણે સૌ એકઠા થયા છીએ, તે એમની કૃપા મેળવવા માટે. એમની જ કૃપાથી આટલી ધર્મસામગ્રી [મનુષ્ય જન્માદિ] મળેલી છે.
* સમ્યગ્દર્શનથી પ્રેમ સમ્યફચારિત્રથી સ્થિરતા પેદા થાય છે.
સર્વ જીવો પ્રતિ મૈત્રી, ગુણી પ્રતિ પ્રમોદ, દુઃખી પ્રત્યે કરુણા, નિર્ગુણી પ્રત્યે ઉપેક્ષારૂપ પ્રેમ સર્વત્ર વહેવો જોઇએ.
આવા ગુણો ચરમાવર્ત કાળમાં પ્રવેશ થયા વિના મળી શકે નહિ.
મૈત્રી, પ્રેમ, દયા આદિ ગુણો પરોપકાર કરાવ્યા વિના ન
રહે.
પ્રગટે છે આ પ્રેમ જીવમાં, પણ પ્રગટાવે છે ભગવાન. કારણ કે ભગવાન પ્રેમના ભંડાર છે.
ભગવાન સિદ્ધ યોગી છે. આથી જ અષ્ટ-પ્રાતિહાર્યાદિ ઋદ્ધિ પ્રગટેલી છે.
પ્રેમ અને કરુણા સમ્યકત્વના પાયાના ગુણો છે. અંશરૂપે તો મૈત્રી આદિ દષ્ટિઓમાં પણ એ ગુણો દેખાય છે.
૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ