________________
હોઇએ, પણ ભગવાનરૂપી મા કદી હાલ ઓછો નથી કરતી, નાના બાળકને માનો પ્રેમ ન સમજાય તેમ બાલ્યકાળ [અચરમાવર્ત કાળ]માં આપણને પ્રભુનો પ્રેમ સમજાતો નથી.
પ્રભુ નો પ્રેમ અને ઉપકાર સમજાય તો સમજવું ઃ ચરમાવર્તકાળમાં પ્રવેશ થઈ ગયો છે.
'दुःखितेसु दयात्यन्तमद्वेषो गुणवत्सु च ।' આ ચરમાવર્તસ્થના લક્ષણો છે.
કેટલીક સાધુ-આચાર સંબંધી વાતો... * શ્રાવકોને આપણે ભક્ષ્ય-અભક્ષ્ય સમજવીએ છીએ તેમ આપણે પણ ભક્ષ્ય-અભક્ષ્ય સમજવું જરૂરી છે.
* સાબુદાણા આજકાલ જે બને છે તે પૂર્ણતયા અભક્ષ્ય છે.
* બજારનો મેંદો મિાછલીનો પાવડર પણ મિશ્રિત હોઈ શકે.] બિસ્કીટો, ચોકલેટ, પીપર, નાનખટાઈ ન લેવાય.
* પૂ. પ્રેમસૂરિજીને જીવનભર ફૂટનો ત્યાગ હતો. ફૂટ તો માંદો ખાય. આપણે તો જાણી જોઈને માંદા પડીએ તેવા છીએ.
આજે પણ અમે સાધુઓ ૧૦ તિથિએ લીલોતરી લાવતા નથી. આત્મારામજી મહારાજના કોઈ સાધુ તિથિના દિવસે લીલોતરી લાવ્યા હશે તો રાધનપુરના શ્રાવકે એકાંતમાં સૂચના કરેલી : ગુરુદેવ...! અહીં શ્રાવક પણ ૧૦ તિથિએ લીલોતરી લાવતા નથી. સાધુ જો વહોરશે તો શ્રાવકોનું શું થશે?
* પૂજ્ય કનકસૂરિજીના સમયે પાલીતાણામાં ભાતાખાતાનું પણ ન લેવાતું. કોઈ વહોરતું હોય તો તેની ટીકા પણ નહિ કરવાની. કોઈની નિંદા બોલવી નહિ, તેમ સાંભળવી પણ નહિ.
* વીરમગામમાં પૂજ્ય પ્રેમસૂરિજી આદિ ૬૦ સાધુઓ સાથે હતા. અમે વિહારમાં આગળ ગયેલા. તે વખતે મેં પહેલી પોરસીનું સંપૂર્ણ પાણી સંભાળેલું. ગોચરી કરતાં પાણીવાળાને વધુ લાભ. એટલે કે પાણી બધાના પેટમાં જાય. વળી વહોરતી વખતે એક જ ઘડો લાવવાનો.
૧૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ