________________
સ્વ-પરની સમજથી વૈરાગ્ય આવે જ. વિવેકી વિષયોને વિષથી પણ ભયંકર સમજે. વાસનામાં મન જતું હોય, ઉપાસનામાં ન જતું હોય તેટલા અંશે વિવેક નથી, એમ સમજી લેજે.
વૈરાગ્યથી વિરતિ પ્રગટે.
વૈરાગ્ય સાચો તે જ કહેવાય જે તમને ત્યાગના માર્ગે લઈ જાય, સંસાર પર વિરામચિહ્ન મૂકાવી દે.
વિરતિથી વીતરાગતા પ્રગટે. વિરતિની સાધના દ્વારા અંદર વીતરાગતા પ્રગટે જ. વીતરાગતાથી વિમુક્તિ પ્રગટે.
એક વિનય તમને ક્યાંથી ક્યાં લઈ જાય ? વિનય, વિદ્યા, વિવેક, વૈરાગ્ય, વિરતિ, વીતરાગતા અને વિમુક્તિ - આ ક્રમશ : મળતા પદાર્થો છે. પણ પ્રારંભ વિનયથી જ કરવો પડશે. વિનય ચૂકી ગયા તો બીજા ગુણો એકડા વગરના મીંડા જ પૂરવાર થશે.
દૂધ-દહીં-ઘી-છાસ દૂધ : હું મહાન છું. કહ્યું છે : અમૃત ક્ષીર
દહીં ? જવા દે હવે. મધુર પદાર્થોમાં હું પ્રથમ
છું. “દધિ મધુરમ્' ઘી : તમે બન્ને ચૂપ બેસો. સાર તો હું જ
છું. “વૃતમાકુ છાસ : તમે બધા મારો મહિમા ભૂલી ગયા ?
કહ્યું છે : “તૐ શક્રસ્ય દુર્લભ...” માણસ: તમે બધા વ્યક્તિગત મહત્તા ગાવાનું
છોડો અને બધા સાથે મળીને બોલો : અમે ગોરસ છીએ.
૩૬૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ