________________
તો સિદ્ધશિલામાં છે જ. ત્યાંથી પણ ઉપકારની હેલી વરસાવી જ રહ્યા છે. સૂર્ય ભલે દૂર હોય, પણ પ્રકાશરૂપે અહીં જ છે ને ? ભગવાન ભલે દૂર હોય, પણ પ્રભાવરૂપે અહીં જ છે.
તમારા હૃદયમાં ભાવ હોય તો ભગવાન દૂર નથી. ભાવને ક્ષેત્રની દૂરી નડતી નથી.
ભગવાન ક્યાં છે તે ન પૂછો. તમે ક્યાં છો તે પૂછો.
જમાલિ નજીક હતો. સુલસા દૂર હતી. છતાં જમાલિ માટે ભગવાન દૂર હતા. સુલસા માટે ભગવાન નજીક હતા.
આપણે ભગવાનની શક્તિ ઓળખી શકતા નથી. કારણ કે આપણી ભૂમિકા નિર્મળ બની નથી. ભૂમિકા નિર્મળ બને તો ભક્તામર જેવા સ્તોત્રોમાંથી પણ ભગવાનનો પ્રભાવ પડે-પદે જોવા મળે.
ટેલીફોન જેવા જડ પદાર્થો દ્વારા પણ જે દૂર રહેલા માણસો સાથે સંબંધ જોડી શકાતો હોય તો ભક્તિદ્વારા કેમ ન જોડાય ?
દીપક પોતાનો પ્રકાશ બીજાને આપી શકે છે. એક દીવામાંથી હજારો દીવા પ્રગટે છે. તો ભગવાન બીજાને ભગવાન કેમ ન બનાવી શકે ? પણ એક શરત : કોડિયું, તેલ, વાટ તૈયાર જોઇએ. વધુમાં કોડિયાએ બળતા દીપકની પાસે જવું જોઈએ, ઝૂકવું જોઈએ. ઝૂકે નહિ તો કામ ન થાય, મારી પાસે કોડિયું છે, તેલ છે, વાટ, છે, હવે મારે કોઈ પાસે જવાની શી જરૂર છે ? ઝૂકવું શા માટે ? આમ માનીને કોડિયું દીવા પાસે ન જાય, ન ઝૂકે તો જ્યોત કદી પણ પામી શકે નહિ. -
* પાંચ જ્ઞાનમાં શ્રેષ્ઠ જ્ઞાન કયું? કેવળજ્ઞાન વિના મોક્ષ ન થાય, માટે એ મહાન છે, પણ એ કેવળજ્ઞાન મળે શી રીતે ? એના માટે શ્રુતજ્ઞાન જોઇએ. શ્રુતજ્ઞાનની એક વિશેષતા છે. એનું આદાનપ્રદાન થઈ શકે. કેવળજ્ઞાનનું આદાન-પ્રદાન ન થઈ શકે.
* આગમોનું લીસ્ટ પફિખસૂત્રમાં બોલીએ છીએ તે માત્ર બોલવા માટે કે વાંચવા માટે ? ગોચરીમાં માત્ર નામો ગણી જઈએ
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૧૦૧