SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા ચૈત્ર વદ-૩ ૨૧-૪-૨૦૦૦, શુક્રવાર સ્થાન : શ્રીમતી નાંગલબેન મણસી લખધીર કારિયા મનફરા, હોલ ખીમઈબેન ધર્મશાળા વાચના : ચંદાવિન્ઝય પન્ના परमत्थंमि सुदिट्टे, अविणठेसु तव संजयगुणेसु । लब्भइ गई विसिट्ठा, सरीर-सारे विनठेवि ॥८५।। * આ શાસનને પામીને કેટલાક આત્માઓ તે જ ભવે મોક્ષમાં પહોંચી ગયા. કેટલાક મોક્ષની યાત્રા પર નીકળી પડ્યા. રસ્તામાં દેવ-મનુષ્યાદિ ગતિમાં વિસામો લેવા બેઠા. મુક્તિમાર્ગે ચાલનારા જીવોની આ વિશિષ્ટતા હોય છે. પૂર્વમાં સાધના કરેલી હોય, અને ન કરેલી હોય, બન્નેના સંસ્કારમાં ફરક પડી જવાનો. કોઈ શીઘગતિએ મોક્ષમાર્ગે ચાલે, કોઈ મંદગતિએ ચાલે, આંબાના ઝાડ પર કેરી ખાવા પોપટ પણ જાય, કીડી પણ જાય. બને પાસે પોત-પોતાની ગતિ છે. મોક્ષમાર્ગે કોઈ કીડી વેગે ચાલે કોઈ પક્ષી વેગે ચાલે. પણ બન્નેનું પ્રણિધાન સિંકલ્પ] દઢ હોવું જોઈએ. પ્રણિધાનમાં કચાશ હોય તો કદી પણ ધ્યેય મળી શકે નહિ. * ભગવાન શરીર રૂપે ભલે અનુપસ્થિત છે, પણ આત્મારૂપે ૧૬૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy