________________
૨૦ વર્ષ પહેલા આધોઈ સંઘ તરફથી ચાતુર્માસ હતું, આ વખતનું બે સમાજ તરફથી છે. બન્ને સમાજને કેવા ગુરુ મળ્યા છે ? .
એક નાનકડી ઘટના કહું :
પૂ. ગુરુદેવ ત્યારે [૨૦ વર્ષ પહેલા યાત્રાએ ગયેલા ત્યારે અમને કહ્યું : તમે જલ્દી ઊતરી જાવ. હું ૧૦-૧૦ વાગે આવીશ, પણ આવ્યા સાંજે પ-૩૦ વાગે. પચ્ચખાણ કર્યું ઉપવાસનું !
આવા છે ગુરુદેવ...! કયા શબ્દોમાં વર્ણન કરવું ?
* અમે અહીં આટલી વિશાળ સંખ્યામાં શા માટે ? એવો તમારામાંના ઘણાનો પ્રશ્ન હશે. પણ, ૨-૪ વર્ષે જો આ તીર્થમાં વારંવાર અમે ચાતુર્માસ કરતા હોઈએ તો તમે કંઈ કહેવાને હકદાર છો, પણ ૨૦-૨૦ વર્ષ પછી આ ચાતુર્માસ કરીએ છીએ. પૂજ્યશ્રીએ તો કહી દીધું છે : હવે આ પ્રકારનું પાલીતાણામાં ચાતુર્માસ Last & Final છે. માટે ઉછળતા હૃદયે લાભ લેજો. થોડા મહિના પહેલા જ અહીં આરાધના ભવન જેવું કશું જ હોતું. પણ આજે તમે આ આરાધના ભવન જોઈ રહ્યા છો, તે વ્યવસ્થાપકોને આભારી છે.
* જે સમાજની જવાબદારી પૂજ્યશ્રીને મળી છે, તે સમાજને પૂજ્યશ્રી ભગવાનના ભક્ત જ માત્ર બનાવવા માંગે છે.
આજે આપણે કુમારપાળ આદિને યાદ કરીએ છીએ, તેમ ૨૦૦-૪૦૦ વર્ષ પછી પૂ. કલાપૂર્ણસૂરીશ્વરજીની નિશ્રામાં આરાધના કરતા શ્રાવકો કેમ સ્મરણીય ન બને? એવું આદર્શ જીવન બનાવવાનું
* નદી વહેતી બંધ થઈ જાય તો તે સાગરને મળી શકે નહિ. નદીએ સતત વહેવું જ જોઈએ. સાધકે સતત સાધના કરવી જ જોઈએ. સાતત્ય ગયું તો સિદ્ધિ ગઈ. સાતત્ય સિદ્ધિદાયકમ્ |
બેંગ્લોર ચાતુર્માસ વખતે એક ભાઈએ તીરૂપાતૂરથી બેંગ્લોરનો સંઘ કાઢેલો તેમ અહીં પણ શિહોરથી અહીંનો નાનકડો સંઘ કાઢનાર સંઘપતિ પણ ધન્યવાદાઈ છે. બન્ને પરિવાર તરફથી નિર્મિત સિદ્ધશિલા' ધર્મશાળાના ઉદ્ઘાટન પ્રસંગે પૂજ્યશ્રી માંગલિક ફરમાવવા પધારશે.
૩૩૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ