________________
[ક્રોધ-માન-માયા-લોભ] નો નાશ કરવાનો છે.
ક્રોધ અભિમાનના કારણે આવે છે. માટે ક્રોધ પછી માન. અંદર ખાલીખમ હોવા છતાં માન-મોભો જોઈતો હોય તો માયાપ્રપંચ કરીને ખોટી ઇમેજ ઊભી કરવી પડે, માટે ત્રીજો કષાય માયા. માયા કરીને માણસ પૈસાનો સંગ્રહ કરતો રહે છે, લોભ વધારતો રહે છે. માટે ચોથો કષાય છે : લોભ.
અનંતાનુબંધી કષાયોના ક્ષય કે ઉપશમ વિના મિથ્યાત્વ નહિ જાય. મિથ્યાત્વ ગયા વિના સમ્યગુદર્શન નહિ આવે. સમ્યગ્ગદર્શન વિના સાચું જૈનત્વ નહિ આવે.
અનંતાનુબંધી કષાયો રહેશે તો અંત સમયે સમાધિ નહિ રહે.
* શરીરનું કુટુંબ, શરીરનું ભોજન યાદ આવે છે, પણ આત્માનું કશું યાદ નથી આવતું.
શરીરને ભોજન ન મળે તો ચિંતા થાય છે. આત્માને ભોજન ન મળે તેની ચિંતા થાય છે ?
ભગવાનની ભક્તિ, ગુરુની સેવા, શાસ્ત્રનો સ્વાધ્યાય-ઇત્યાદિ આત્માનું ભોજન છે, એ સમજાય છે ?
પૂર્વ પુણ્યના યોગે આટલી અને આવી સામગ્રી મળવા છતાં આપણે ઉદાસીન રહીએ તો તે આપણી સૌથી મોટી કરુણતા ગણાશે !
આટલા બધા દોષો સેવીને તમને બધાને અહીં પાલીતાણા ખાતે રાખવામાં આવ્યા તે શા માટે? આવું ને આવું જીવન જીવવા કે કાંઇ પરિવર્તન લાવવા ?
* જ્ઞાનસારનું રહસ્ય લોકો બરાબર નહિ સમજી શકે, એમ સમજીને ઉપા. યશોવિજયજીએ સ્વયં તેના પર ગુજરાતી ટબ્બો લખ્યો છે. નાનકડો ટબ્બો પણ બહુ મહત્ત્વનો છે.
ખરતરગચ્છીય પૂ. દેવચન્દ્રજીએ તેના પર જ્ઞાનમંજરી નામની ટીકા લખી. અહીં કોઈ ગચ્છનો ભેદભાવ નથી. તેમણે યશોવિજયજીને ભગવાન તરીકે સંબોધ્યા છે. આ સાચો ગુણાનુરાગ છે.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ કલ્પ