________________
પોતાના તરફથી થતો ત્રાસ કાયમ માટે બંધ કર્યો, આ ઓછી વાત છે ?
આ જ અપેક્ષાએ સાધુ ઉત્કૃષ્ટ દાની છે. ““ગૃહસ્થપણામાં હતા ત્યારે દાનાદિ ધર્મ કરી શકતા હતા. અત્યારે દાન વગેરે કશું થઈ શકતું નથી.' – એમ વિચારીને દુ:ખી થવાની કે નિરાશ થવાની જરૂર નથી. અહીં તમે અભયદાન આપી શકો છો, તે કોઈ ગૃહસ્થ ન આપી શકે.
* અપાર્થિવ આનંદ આત્માનો સ્વભાવ છે. સમ્યગ્ગદર્શન આવતાં જ એ આનંદની ઝલક મળવી શરૂ થઈ જાય છે. સાધનામાં જેમ જેમ આગળ વધતા જઈએ, કષાયોના/કર્મોના પડદા હટતા જાય તેમ તેમ આનંદ વધતો જાય છે. સમ્યગ્દષ્ટિ કરતાં દેશવિરતિમાં વધુ આનંદ. તેથી સાધુતામાં વધુ આનંદ. તેથી ક્ષપકશ્રેણિમાં વધુ આનંદ. તેથી કેવળજ્ઞાનમાં વધુ ને તેથી પણ મોક્ષમાં વધુ આનંદ. સમ્યગુ દર્શનથી શરૂ થયેલો આનંદ મોક્ષમાં પરાકાષ્ઠાએ પહોંચે છે. મોક્ષ એટલે આનંદનો પિંડ...! મોક્ષ એટલે આનંદનું ઉચ્ચ શિખર....! મોક્ષ એટલે આનંદનો ઘૂઘવતો મહાસાગર....! આનંદના બિંદુથી શરૂ થયેલી યાત્રા આનંદના સિન્થમાં પર્યવસિત બને છે.
* પ્રવર્તક અને પ્રદર્શક-આ બે જ્ઞાન છે. પ્રવર્તક જ્ઞાન સાધનામાં સહાયક છે. પ્રદર્શક જ્ઞાન સાધનામાં બાધક છે, અભિમાન વધારનારું છે. જે જ્ઞાનથી અભિમાન જાય તેથી જ જો અભિમાન વધે તો હદ થઈ ગઈ. સૂર્યથી જ અંધારું ફેલાય તો જવું ક્યાં ?
મણબંધ પણ પ્રદર્શક જ્ઞાન મોક્ષે નહિ લઈ જાય. પ્રવર્તકજ્ઞાનનો નાનો કણ પણ માષતુષ મુનિની જેમ તમારા મોક્ષના દ્વાર ખોલી આપશે...!
આળસ આળસ અવગુણોનો બાપ છે. ગરીબાઈની મા છે. રોગની બહેન છે અને જીવતાની કબર છે.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૮૧