________________
આવા ભવભીરૂ મહાપુરુષો પર વિશ્વાસ નહિ કરો તો કોના પર કરશો ?
વિશ્વાસ વિના તો ધર્મમાં ડગલું ય ભરાય તેમ નથી. ધર્મમાં જ શા માટે ? વ્યવહારમાં પણ વિશ્વાસ વિના ક્યાં ચાલે તેમ છે ? ડૉક્ટર, વકીલ, ડ્રાઈવર, હજામ બધા પર વિશ્વાસ કરનારા તમે ભગવાન પર જ વિશ્વાસ ન કરો, એ કેવું ? ધર્મનો તો જન્મ જ શ્રદ્ધામાંથી થાય છે. જન્મસ્થાનને જ સળગાવી નાખશો તો ધર્મનો જન્મ શી રીતે થશે?
* સમક્તિ નિર્મળ થતું જાય તેમ આપણા કષાયો મંદ પડતા જાય, કષાયોના આવેશોને જીતવાની શક્તિ વધતી જાય. એ માટેની શક્તિ વૈર્યથી વિકસે છે.
કષાયો આપણને અધીર બનાવે છે, આવેશવાળા બનાવે છે, બિહામણા ચહેરાવાળા બનાવે છે.
અમારા ફલોદીમાં લાભુજી વૈદ હતા. ગુસ્સામાં આવી જાય ત્યારે હોઠ એવા ફફડે કે જાણે હાથીના ફરકતા કાન જોઈ લો !
આવા આવેશોને ઘટાડવાનું કામ વૈર્ય કરે છે, વિવેક-શક્તિ કરે છે.
સમક્તિથી વિવેક અને શૈર્ય વધે છે.
કુમારપાળે અર્ણોરાજ સાથે યુદ્ધ કરેલું ત્યારે આખું સૈન્ય ફૂટી ગયેલું, છતાં વફાદાર હાથી અને વફાદાર મહાવતના સહારે જીત મેળવી. બધું જવા લાગે ત્યારે વૈર્ય અને વિવેક ટકાવી રાખજો. જીત તમારી છે.
* નવ તત્ત્વોમાં પ્રથમ તત્ત્વ જીવ છે. છેલ્લું તત્ત્વ મોક્ષ શિવ છે. જીવને શિવ બનાવવો એ જ સાધનાનો સાર છે. એના માટે જ પાપ-આશ્રવાદિનો ત્યાગ અને પુણ્ય-સંવરાદિનો સ્વીકાર કરવાનો છે. નવ તત્ત્વ ભણીને આ જ સમજવાનું છે.
આ જીવન અને ગત અનેક જીવનોમાં શરીર સાથે એટલો અભેદ સધાઈ ગયો છે કે જીવ આત્મા કદી યાદ આવતો જ નથી, શિવ તો યાદ આવે જ ક્યાંથી ?
૪૦૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ