________________
દ્વારા ત્રણ દંડને રોકેલા હોય, કષાયોને, રાગ-દ્વેષને મંદ પાડેલા હોય.
સંસાર કોઈ બહારની ચીજ નથી, આપણી અંદર જ એ બેઠો છે. રાગ-દ્વેષ કષાય વગેરે જ સંસાર છે, જે અંદર જ છે.
રાગ-દ્વેષ, કષાય વગેરે મોહરૂપી બાદશાહના બહાદુર સેનાપતિઓ છે. મોહ સીધો લડવા નથી આવતો, પોતાના સેનાપતિઓને મોકલતો રહે છે. બહુ જ કટોકટીની ક્ષણે જ તે લડાઈના મેદાનમાં ઊતરે છે. | * કષાયો ધ્રુવોદયી છે. અવશ્ય ઉદયમાં આવે તે ધ્રુવોદયી કહેવાય. એટલે કે આ કષાયો રોજ પજવનારા શત્રુઓ છે. આજે, અત્યારે પણ એનો હુમલો ચાલુ છે. એની સામે સતત જાગૃતિ સિવાય વિજય મળી શકે નહિ.
ચાર કષાયોને નાથવા ચાર મૈત્રી આદિ ભાવનાઓ છે. ક્રોધને જીતવા મૈત્રી ભાવના. માનને જીતવા પ્રમોદ ભાવના. માયાને જીતવા કરુણા ભાવના. લોભને જીતવા માધ્યચ્ય ભાવના ભાવવાની છે.
વેર, દ્વેષ, ક્રોધ, ગુસ્સો વગેરે ક્રોધના પર્યાયવાચી શબ્દો જ છે. એ આવતાં જ મૈત્રીનો તાર તૂટી જાય છે.
વિચારો : આ ચાર કષાયો ન હોત તો આ સંસાર કેવો હોત ? સુખમય ? હું કહું છું ઃ કષાય ન હોત તો સંસાર જ ન હોત.
કષાયથી છૂટ્યા એટલે સંસારથી છુટ્યા. 'कषायमुक्तिः किल मुक्तिरेव ।'
કષાયમાંથી જેટલા અંશે મુક્ત થતા જઈએ તેટલા અંશે આપણને જીવન્મુક્તિના સુખનો અનુભવ થતો જાય.
કષાય-ગ્રસ્ત માણસને ચારેબાજુ નિરાશા, હતાશા વગેરે દેખાય. જીવન્મુક્ત આત્માને ચારે બાજુ આનંદ ને પ્રસન્નતા જ દેખાય.
કહ્યું કલાપૂર્ણસૂરિએ ૩૦૧