________________
દયનીય છે.
આ મન દુષ્ટ ધ્યાન માટે મળ્યું છે? આ વચન દુષ્ટ વચનોના પ્રયોગ માટે મળ્યું છે ? આ કાયા દુષ્ટ પ્રવૃત્તિ માટે મળી છે ?
* પ્રશમરતિમાં કહ્યું છે : બીજા પદાર્થોની સારા - નરસાપણા [ગુણ-દોષની વિચારણા અહીં ગુણથી વ્યક્તિ કે વસ્તુનું બાહ્ય શ્રેષ્ઠત્વ લેવાનું છે. જેમ કે આ કેરી સારી છે. આ ગુણ થયો. આ કેરી ખરાબ છે. આ દોષ થયો.] ની વિચારણામાં તમે સમય પસાર કરો છો, તેના કરતાં આત્મધ્યાનમાં ડૂબી જતા હો તો કેટલું સારું ?
* અત્યારે, વર્તમાન જીવનમાં સમતા-સમાધિ નહિ રાખીએ તો મૃત્યુ સમયે સમતા-સમાધિ ક્યાંથી રાખી શકીશું ? ટપાલ દ્વારા સમતા-સમાધિ મળી જશે ? ત્યારે સમાધિનું પાર્સલ ઊતરશે ?
સમાધિનું પાર્સલ મળી શકતું નથી. તે અંદરથી ઉત્પન્ન કરવી પડે છે.
વિહારમાં બીજા પાસે રહેલો પાણીનો ઘડો આપણને કામ લાગી શકે ? આપણી પાસે હોય તો જ ઘડો કામ લાગે, તેમ આપણી અંદર જ સમાધિના સંસ્કારો પડ્યા હોય તો કામ લાગે. વિહારમાં બીજાનો ઘડો પણ કદાચ કામ લાગી શકે, પણ સમાધિ બીજાની કામ ન લાગે. એ તો જાતે જ ઊભી કરવી પડે.
* બીજા કોઈને નહિ, ને તમને આ ચારિત્ર કેમ મળ્યું ? ભલે દ્રવ્ય તો દ્રવ્ય, પણ આ ચારિત્ર મળ્યું તો ખરું, સંસાર છોડ્યો તો ખરો, આ ઓછી વાત છે ? પૂર્વ જન્મમાં ચોક્કસ કોઈ પુણ્યાઈ કરી હશે, સાધના કરી હશે ! આટલું ય રોજ વિચારો તોય કામ થઈ જાય.
* ભગવાન તમને સારા તો લાગ્યા, પણ હું પૂછું છુંઃ ભગવાન તમને મારા લાગ્યા ? ગુરુ સારા તો લાગ્યા, પણ મારા લાગ્યા ? મારાપણાનો ભાવ જાગે ત્યાં અહોભાવ સહજરૂપે ગોઠવાઈ જાય.
* સમાધિ-મરણમાં એ જ નિષ્ણાત બની શકે, જેણે ત્રણ ગુપ્તિ
૩૦૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ