________________
પદ્માવતીથી ઉપર ચાલતાં-ચાલતાં પગથીઆ પર પગની આંગળીઓ ટકરાઈ. હું ગબડી પડયો. ક્યાં પડવું ? તે તો માણસના હાથમાં હોતું નથી. તે વખતે તો મને પણ થયું ? જરૂર કંઈક થયું હશે !
પછી હું દાદાના દરબારમાં આવ્યો. મારો નિયમ : દાદાના દરબારમાં તો ચાલીને જ જવું. હું ખુરશી પરથી ઊતરીને ચાલવા માંડ્યો. જોયું તો કોઈ પીડા નહિ. બધા પૂછવા લાગ્યા : અહીં દુઃખે છે? ત્યાં દુઃખે છે? ક્યાં દુઃખે છે ? બધાને કહું છું ઃ ક્યાંય દુઃખતું નથી. કાંઈ વાગ્યું નથી.
પડવાનું આવું બે-ચાર વાર બન્યું છે.
ગાયના ધક્કાથી એક વાર ભુજમાં [વિ.સં.૨૦૪] પડી ગયો ને ફ્રેકચર થયું. ત્યારથી ચાલવાનું બંધ થયું. ડોલી આવી.
હમણાં ગયા વર્ષે વલસાડમાં પ્રવેશના એક દિવસ પહેલા અતુલમાં પડી ગયો. કેટલાક મહિનાઓ સુધી દર્દ રહ્યું.
ગૃહસ્થપણામાં અમારે ઘેર દાદરા પડી જવાય તેવા હતા. જરા ધ્યાન ન રાખો તો સીધા નીચે. દોઢ વર્ષનો એક બાળક ગબડી પડ્યો. અમે ચિંતામાં પડ્યા, પણ અમારા આશ્ચર્ય સાથે એ બાળક તો તરત જ ચાલવા માંડ્યો. તેને ક્યાંય કાંઇ જ વાગ્યું ન્હોતું. જાણે પ્રભુએ તેની રક્ષા કરી. આ વાતની તેને કે બીજા કોઈને ખબર નથી. માત્ર તેની માને ખબર હશે.
આ બાળક તે મુનિ શ્રી કલ્પતરુવિજયજી.
“થ રક્ષતિ રક્ષિતઃ ” આ વાક્ય પર વિશ્વાસ થાય તેવી આ ઘટના છે.
: વાક્યોમાં તારતમ્ય : આપો” જઘન્ય વાક્ય. નથી.” તેના કરતાં પણ અધમ વાક્ય. “લો.” વાક્યોનો રાજા. નથી જ જોઈતું.” વાક્યોમાં ચક્રવર્તી.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક ૪૧૫