________________
પાલીતાણા
જેઠ વદ-૯ ૨૬-૬-૨૦00, સોમવાર
* જીવના એકેક પ્રદેશમાં અનંત આનંદ ભર્યો હોવા છતાં તે એ જાણતો નથી, શ્રદ્ધા કરતો નથી. આથી જ એ આનંદ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતો નથી. પ્રથમ શ્રદ્ધા થાય પછી જ પ્રયત્ન થાય.
આત્માના આનંદની શ્રદ્ધા તે જ સમ્યગૂ દર્શન. આત્માના આનંદની જાણકારી તે જ સમ્યગૂ જ્ઞાન. આત્માના આનંદમાં રમણતા તે જ સમ્યક ચારિત્ર.
ધર્મ દ્વારા આ જ પ્રાપ્ત કરવાનું છે ? આત્માનો આનંદ. એ તો જ શક્ય બને જે જીવ પર લાગેલા કર્મો હટે.
આત્માનંદની ઈચ્છા વિના કરાયેલો ધર્મ ખરો ધર્મ બની શક્તો નથી. એવો ધર્મ તો અભવ્ય પણ સેવે. તે નવમા સૈવેયક સુધી પણ જઈ શકે, પણ પાછો સંસારમાં પટકાય. કારણ કે ભૌતિક સુખની જ શ્રદ્ધા હતી, આત્માના આનંદની ન શ્રદ્ધા હતી, ને તે માટેના પ્રયત્નો હતા.
ભગવાનનું આ જ કામ છે : આત્માના આનંદની રુચિ પ્રગટાવવી. એકવાર તમને એ માટે રુચિ જાગી એટલે એ માટે પુરુષાર્થ તમે કરવાના જ. એ રુચિ, એ શ્રદ્ધા તો જ પ્રગટે જો પ્રભુ પર શ્રદ્ધા પ્રગટે. પ્રભુ પર, પ્રભુના વચનો પર શ્રદ્ધા પ્રગટે તો
૪૧૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ