________________
આત્માના આનંદ પર શ્રદ્ધા પ્રગટે.
વેપારી પોતાના પુત્રોને વેપારની કળા શીખવી પોતાના જેવા બનાવે, ગુરુ પોતાના શિષ્યોને પોતાના જેવા બનાવવા કોશીશ કરે તો ભગવાન પોતાના ભક્તને પોતાના જેવો આનંદ શા માટે ન આપે ? ભગવાન તો “સ્વ-તુલ્ય પદવી-પ્રદ” છે
તમે દીક્ષા લીધી એટલે પ્રભુના સંપૂર્ણ શરણે ગયા. સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી એટલે તમારા આત્માનો આનંદ વધતો જ ચાલ્યો, વધતો જ ચાલ્યો. બાર મહિનામાં તો તમારો આનંદ એટલો વધી જાય કે અનુત્તર દેવોનો આનંદ પણ પાછળ રહી જાય.
ભગવાન તરફથી મળતી આ આનંદની પ્રસાદી છે. સાધુ ગોચરી જાય, વિહાર-લોચ આદિ કરે, છતાં આનંદમાં જરાય હાનિ ન આવે તે પ્રભુ-માર્ગની બલિહારી છે.
અહીં [સાધુપણામાં આવ્યા પછી પણ આત્માના આનંદની રુકાવટના ઘણા પરિબળો છે : હું વિદ્વાન છું. મારા અનેક ભક્તો છે. મારા અનેક શિષ્યો છે. મારું સમાજમાં નામ છે.” સમાજમાં ફેલાઈ જવાની આવી મહત્ત્વાકાંક્ષા સાધનાને અટકાવે છે. સાધના અટકે એટલે આત્માના આનંદમાં રુકાવટ આવી જ સમજો. * “જે ઉપાય બહુવિધની રચના, જોગ-માયા તે જાણો રે;
શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાય ધ્યાને, શિવ દીયે પ્રભુ સારાણો રે.”
મહો. યશોવિજયજી મ. કહે છે : ઘણી લાંબી પહોળી યોગની જંજાળ રહેવા દો. ક્યાંક એમાં અટવાઈ જશો. શુદ્ધ દ્રવ્ય-ગુણપર્યાયના ધ્યાનથી પ્રભુનું અભેદ ધ્યાન ધરો. ભગવાન તમને પરાણે મોક્ષ આપશે. અરે.... તમારી અંદર જ મોક્ષ પ્રગટ થશે.
* ગૃહસ્થ-જીવનમાં મારી પણ એક વખત ભ્રમણા હતી : અહીં જ ધ્યાન લાગી જાય છે. પછી દીક્ષાની જરૂર શી ?
પણ જ્યારે જાણવા મળ્યું ઃ આપણા નિમિત્તે જ્યાં સુધી છકાયના જીવોના જીવન-મરણો થતા રહે ત્યાં સુધી આપણા જન્મ-મરણો નહિ અટકે.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૧૦