________________
સંયમ
અસંયમ સત્ય
અસત્ય શૌચ
અપવિત્રતા આકિંચન્ય
પરિગ્રહ બ્રહ્મચર્ય
અબ્રહ્મ. * મૃત્યુને તે જ જીતી શકે, જેણે વ્રતની વિરાધના ન કરી હોય. કદાચ વિરાધના થયેલી હોય તો આલોચનાથી શુદ્ધિ કરી લેજો; જો મૃત્યુ સમયે સમાધિ પ્રાપ્ત કરવી હોય. લક્ષ્મણા સાધ્વીજી થોડાક જ શલ્યના કારણે કેટલાય કાળ સુધી સંસારમાં ભટક્યા છે, તે આપણે જાણીએ છીએ.
આપણે કોઈને કહેતા તો નથી, પરંતુ સ્વીકાર પણ કરતા નથી. આપણા શલ્યોનો ઉદ્ધાર શી રીતે થશે ? સમાધિ-મરણ માટે નિઃશલ્યતા ખાસ જોઈએ.
આરાધના પુણ્યને પુષ્ટ બનાવે. વિરાધના પુણ્યને નબળું બનાવે.
* સંયમની સુવાસ મળતાં જ લોકો ઝૂકતા આવશે. લોકો તમારું વક્નત્વ કે પાંડિત્ય નહિ જુએ, પણ સંયમ જોશે.
તમારી પાસે નિર્મળ સંયમનું સરોવર જોશે તો લોકો પિપાસુ બનીને દોડતા આવશે. એ માટે કોઈ જાહેરાતની જરૂર નહિ પડે.
માત્ર તમારા દર્શનથી, નામ-શ્રવણથી કે પત્ર દ્વારા માર્ગદર્શન માત્રથી સાધક આત્મા ઝુમી ઊઠશે.
પૂ. પં. ભદ્રંકર વિ.મ. પત્ર દ્વારા અનેક જિજ્ઞાસુઓને માર્ગદર્શન આપતા. મને પણ પત્ર દ્વારા અનેક વખત માર્ગદર્શન આપ્યું
વિ.સં. ૨૦૨૫, અમદાવાદ-વિદ્યાશાળા પૂ. દેવેન્દ્રસૂરિજી વિદ્યમાન હતા. વ્યાખ્યાન આદિની જવાબદારી મારા પર હતી. રવિવારે બે વાર વ્યાખ્યાન રહેતું. ત્યારે પૂ.પં. ભદ્રંકર વિજયજી મહારાજે લખેલું : આટલો પરિશ્રમ [એક દિવસમાં બે વ્યાખ્યાન
૨૦૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ