________________
પૂતળીમાં સૌથી વધુ કિંમત કઈ પૂતળીની ? જે પોતાના પેટમાં ઉતારે, બહાર ન જવા દે તેની. એનો અર્થ એ થયો કે ગંભીરતા મૂલ્યવાન છે.
| * શરીર સારું હતું ત્યાં સુધી પૂ. દેવેન્દ્રસૂરિજી દરેક ક્રિયા ઊભા-ઊભા જ કરતા. ૭૮ વર્ષની ઉંમરે પણ જબરદસ્ત અપ્રમત્તતા. છેલ્લા બે વર્ષ ફ્રેકચરના કારણે પથારીવશ ગયા તે જુદી વાત છે. બાકી એમની અપ્રમત્તતા અદ્દભુત હતી. આજના કાળમાં ભાગ્યે જ જોવા મળે તેવી અદ્ભુત હતી.
| * એક પણ મરણ-શલ્ય સહિત થાય તો ફરી-ફરી જન્મમરણ ચાલુ જ રહે. માટે જ પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત દ્વારા શલ્યનું વિસર્જન કરવાનું શાસ્ત્રીય વિધાન છે.
ભુવનભાનુ કેવળી પોતાનું જીવન ચરિત્ર કહેતાં કહે છે : કેટલીયે ચોવીશીઓ પહેલા હું ૧૪ પૂર્વી હતો... પણ પ્રમાદાદિના કારણે હું અનંતકાળ માટે ઠેઠ નિગોદમાં ચાલ્યો ગયો.
પ્રમાદ આપણો સૌથી મોટો શત્રુ છે. કટ્ટરમાં કટ્ટર શત્રુ પણ નુકશાન કરે તે નુકશાન આ એક પ્રમાદ કરે છે.
પ્રમાદ ક્યાં આવે? મોટા ભાગે પ્રતિક્રમણ, વાચના આદિમાં. અહીં પણ ઝોકા ખાનારા હશે.
ઊંઘતાને જગાડીએ તો શું કહે ? “ના...સાહેબ ! હું નથી ઊંઘતો !' ઊંઘનારો કદી સાચું ન બોલે. ગુરુ જગાડે છતાં પેલો ન જગે તો ગુરુએ આખરે ઉપેક્ષા કરવી પડે.
ગુરુની ઉપેક્ષા થતી જાય તેમ પેલાનો પ્રસાદ વધતો જાય.
આ પ્રમાદના કારણે અનંતા ૧૪ પૂર્વીઓ આજે પણ નિગોદમાં પડેલા છે.
* આ બધી વાતો જિનાગમોની છે. અહીં મારું કશું નથી.
અમે તો રસોઈઆ છીએ. રસોઈઆનું પોતાનું કશું નથી હોતું. શેઠના માલમાંથી તમને ભાવે તેવી વાનગીઓ બનાવીને એ તમને આપે છે. અમે પણ ભગવાનની વાતો તમારા જેવાને સમજાય તેવી
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૩૦