________________
પ્રથમ ચાતુર્માસ ફલોદી પછી બીજું ચાતુર્માસ રાધનપુર થયું. ત્યારે મેં વૃદ્ધ મુનિને સાથે રાખવાની વિનંતી કરેલી.
* પૂ. કનકસૂરિજી પછી સમુદાયની હાલત વેર-વિખેર હતી. વૃદ્ધો જાણતા હશે. તે વખતે મારા પર સમુદાયની જવાબદારી આવી પડી.
* પુફખરવરદી. સૂત્રમાં “સુઅસ ભગવઓ' કહીને શ્રતને ભગવાન કહ્યા છે. શ્રુતજ્ઞાન અને ભગવાન અભિન્ન છે. જેમ હું અને મારા વચનો અભિન્ન છે. મારા વચન તમે ન માનો તો તમે મને જ નથી માનતા. કારણ કે હું અને મારા વચન અલગ નથી.
* આલોચના સાથે આરાધના પણ લખવી. જેથી મને પૂરો ખ્યાલ આવે. ડોક્ટર પાસે દર્દ ન છૂપાવાય, તેમ ગુરુ પાસે વિરાધના કે આરાધના ન છૂપાવાય. | * પત્રો ખૂબ જ ઓછા લખવા. પૂ. કનકસૂરિજી કહેતા : ધર્મલાભ જ છે. સુખસાતા જ છે. પત્ર શું લખવાના ?
* એક મહાત્માએ જીંદગીના ઠેઠ છેવાડે મને લખ્યું : “મેં કદી આલોચના લીધી નથી. હવે ડંખે છે. મને આલોચના આપો.
હવે શું આપવી ? અમે લખ્યું ઃ થાય એટલા નવકાર ગણો. સમાધિમાં રહો. તમારી આલોચના પૂરી થઈ ગઈ.
બીજું શું લખાય ?
જપની નિર્યુક્તિ ઃ “જ” જનમ-જન્મના “પ” પાપો જાય તે પ.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૧૦