________________
વધુને વધુ ગુણવાન બનવાનું છે.
* “પુણ્યોદયથી મળતું સુખ પણ આત્મસુખને રોકનારું છે' એમ જ્ઞાનીઓ માને છે. માટે જ અનુકૂળતામાં જ્ઞાની રાચે નહિ.
માટે જ “હા, સાતામાં છું ન બોલાય. ઘણીવાર એવું બોલતાં તે જ દિવસે તબિયત બગડી છે. “દેવ-ગુરુ પસાય” એમ બોલાય.
અનુકૂળતા વખતે વધુ સાવધ રહેવાનું છે. તે વખતે આસક્તિથી જીવ વધુ કર્મ બાંધે છે. '
* અજ્ઞાન અને અસંયમના કારણે જીવે આજ સુધી ખૂબ જ શુભાશુભ કર્મ બાંધ્યા છે. જ્ઞાની ક્રિયાથી એ કર્મોને ખપાવી દે છે. અજ્ઞાનમાં દર્શનમોહનીય અને અસંયમમાં ચારિત્ર મોહનીય આવી ગયા.
* ૫-૧૦ કિ.મી. દૂર હોય તો પણ આપણે ચાલીને જિનાલયમાં દર્શન કરવા જઈએ છીએ, તો આપણી અંદર જ રહેલા પરમાત્વદેવના દર્શન કરવા કાંઇ પ્રયત્ન ન કરવો ?
અંદર રહેલા આત્માનું દર્શન કોણ નથી કરવા દેતું ? આપણી અંદર રહેલો દર્શન મોહ (મિથ્યાત્વ). જ્ઞાનીઓ તે મોહને હટાવવાનું કહે છે.
દર્શન મોહ, પ્રભુનું દર્શન કરવા દેતો નથી. ચારિત્ર મોહ પ્રભુનું મિલન કરવા દેતો નથી.
તેઓ ઝેરનાં બી વાવે છે
આર્યભૂમિ, ઉત્તમકુળ, સત્સંગ આદિ પ્રાપ્ત કરીને જેઓ ઠંડી-ગરમી સહન કરતા ચાતક પક્ષીની જેમ ભગવાનનું સ્મરણ કરે છે, તે ચતુર છે, બીજ તો સોનાના હળમાં કામધેનુને જોડીને ઝેરનાં બી વાવી રહ્યા છે.
૮૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ