________________
રંગપુર.
ફા. વદ-૧૪ ૩-૪-૨૦૦૦, સોમવાર
* કેટલાક ગ્રન્થો વિસ્તૃત હોય અને કેટલાક સંક્ષિપ્ત પણ હોય. કારણ કે બન્ને પ્રકારની રુચિવાળા જીવો હોય છે. વિસ્તાર રુચિવાળા માટે વિસ્તૃત અને સંક્ષેપ-રુચિવાળા માટે સંક્ષિપ્ત ગ્રન્થો ઉપયોગી બનતા હોય છે.
ક્યારેક સંક્ષિપ્ત એકાદ ગ્રન્થ તો ઠીક એકાદ શ્લોક પણ જીવનનું અમૂલ્ય પાથેય બની રહે છે. મહાબલ [ મલયાસુંદરી) ને માત્ર એક શ્લોકના પ્રભાવે જીવનભર આશ્વાસન અને પ્રેરણા મળતા રહ્યા હતા.
* આપણા આત્મામાં બે શક્તિ છે : જ્ઞાતૃત્વ શક્તિ અને કર્તુત્વ-શક્તિ. જ્ઞાન અને વીર્ય શક્તિ. આ બન્ને શક્તિ પ્રગટે અને નિર્મળ થાય તો જ આત્માનું કલ્યાણ થાય. બન્ને શક્તિઓનો સમકક્ષી વિકાસ થવો જોઇએ. એકાંગી વિકાસ ન ચાલે.
ગાયે ભુજમાં ધક્કો લગાડ્યો ત્યારે મારા એક પગે ચાલવાનું બંધ કર્યું. એક પગ બરાબર હોવા છતાં ચાલી શકાય નહિ. ચાલવા માટે બે પગ જોઇએ. મોક્ષ માર્ગે ચાલવા પણ જ્ઞાન અને ક્રિયા બને જોઈએ. એકની પણ બાદબાકી કરીએ તો મોક્ષ-માર્ગે ચાલી શકાય નહિ.
કહ્યું કલાપૂર્ણસૂરિએ ૮૦