________________
ત્યાગ કરેલો જ છે.
“ચંદાવિન્ઝયે વિનય-ગુણે વડો ધન્વો રે...'' એમ વીરવિજયજીએ પૂજામાં ગાયું છે. પૂજામાં આ પંક્તિ વાંચી ત્યારથી જ મનમાં હતું : આ ગ્રન્થ વાંચવો છે. અને સાંતલપુરમાં આની પ્રત ૧૮ વર્ષ પહેલા હાથમાં આવી.
વિનય કરો, વિનીત બનો, એટલે હું તમને મોક્ષનું સર્ટિફિકેટ આપવા તૈયાર છું.
ગુરુનો પરાભવ કરે તે ડગલે ને પગલે ખુદ જ પરાભવનું સ્થાન બને જ.
ભારેકર્મી જીવ જ આવું કરે. બીજાને આવી બુદ્ધિ જ ન સૂઝે.
ઉતાવળમાં અવિનીતને દીક્ષા અપાઈ જાય છે. ને પછી સમસ્યાઓ ઊભી થાય છે. પછી એનું કાંઈ ન થઈ શકે. અસાધ્ય દર્દમાટે કુશળ વૈદ્ય પણ શું કરી શકે ?
વિનય પ્રાપ્તિ માટે અહંકારનો નાશ કરવો જરૂરી છે. ગુરુથી મારામાં શું વધુ છે ? જ્ઞાન, ધ્યાન, બુદ્ધિ...શું વધુ છે ? એમ જાતને પૂછો.
ગુણોથી અપૂર્ણ છીએ તો અભિમાન શાનો ? ગુણોથી પૂર્ણને તો અભિમાન થાય જ નહિ.
અહંકારી જ પોતાની પ્રશંસા અને બીજાની નિંદા થાય તેમ પ્રયત્ન કરે.
વિનયપૂર્વક ગુરુ પાસેથી જ્ઞાન મેળવો તો યશ-કીર્તિ ફેલાય, તમે વિશ્વાસુ બનો, સ્વીકાર્ય બનો, શ્રદ્ધેય બનો.
છેદસૂત્રોમાંનું ઉદાહરણ :
બાપ-બેટાએ સાથે દીક્ષા લીધી. બાલ મુનિ અવિનીત અને ઉદ્ધત હોવાના કારણે ગચ્છ-બહાર મૂકાયા. બાપ સારા હતા, પણ પુત્રમુનિના કારણે સૌની સમાધિ માટે બહાર ગયા. બીજા ગચ્છોમાંથી પણ નિર્વાસિત થયા. - બાલમુનિને એક દિવસ વિચાર આવ્યો : અરે રે...! મારો
કહ્યું કલાપૂર્ણસૂરિએ છે ૩૩