________________
પાલીતાણા
અષાઢ સુદ-૧૩ ૧૪-૭-૨૦૦૦, શુક્રવાર
[સા. પરમકૃપાશ્રીજી-નમનિધિશ્રીજી-જિનાંજનાશ્રીજી-પરમકરુણાશ્રીજી - નમગિરીશ્રીજી - જિનકિતાશ્રીજીની વડી દીક્ષાના પ્રસંગે ]
પૂજ્ય ગણિશ્રી મુનિચન્દ્રવિજયજી :
નવકારનું શાસ્ત્રીય નામ પંચમંગલ મહાશ્રુતસ્કંધ, લોગસ્સનું નામસ્તવ, નમુત્થણનું શક્રસ્તવ, પુફખરવરદીનું શ્રુતસ્તવ નામ છે, તેમ વડીદીક્ષાનું શાસ્ત્રીય નામ છેદોપસ્થાપના છે.
છેદ + ઉપસ્થાપના = છેદોપસ્થાપના.
પૂર્વ પર્યાયનો છેદ કરીને ચારિત્રની સ્થાપના કરવી તે છેદોપસ્થાપના. અમારો દીક્ષા-પર્યાય વડીદીક્ષાથી ગણાય.
પૂ. આચાર્ય ભગવંતની દીક્ષા વિ.સં. ૨૦૧૦, વૈ.સુદ-૧૦ના થઈ. વડી દીક્ષા ૨૦૧૧, વૈ.સુ-૭ના થઈ. વડદીક્ષામાં લગભગ એક વર્ષ વીતી ગયું. આટલા સમયમાં માની લો કે પછી કોઈએ દીક્ષા લીધી હોય ને વડી દીક્ષા વહેલી થઈ ગઈ હોય તે મોટા ગણાય.
પાંચ પ્રકારના ચારિત્રમાં આજે બે જ ચારિંત્ર [સામાયિક અને છેદોપસ્થાપના] વિદ્યમાન છે. દીક્ષા વખતે આજીવન સામાયિકની પ્રતિજ્ઞા આપવામાં આવે
કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે પર૩