________________
રીતે કહેવાય?
* આપણા આત્માની આપણને જેટલી ચિંતા નથી તેટલી...અરે...તેથી પણ વધુ પ્રભુને છે. માટે જ તેઓ કરુણાસાગર છે. એમણે બતાવેલી ક્રિયા હૃદયપૂર્વક કરીએ તો કલ્યાણ થાય જ, મૃત્યુમાં સમાધિ મળે જ.
મૃત્યુમાં સમાધિ તો જોઈએ છે ને? પરલોકનો ડર લાગે છે?
આપણી ક્રિયાઓ પરથી તો એમ જ લાગે : જાણે આપણે પરલોકથી સંપૂર્ણ નિરપેક્ષ છીએ.
મરણ વખતે વેદના, વ્યાધિ વગેરેની પૂરી સંભાવના છે. જો શરીરને બરાબર કર્યું ન હોય તો મોટા આચાર્યો પણ સમાધિમાં થાપ ખાઈ જાય.
ભારેકર્મીને કદી સમાધિ ન મળે. આ બધા અનુષ્ઠાનો આપણને હળુકર્મી બનાવવા માટે છે.
કર્મનું બંધન થોડું પણ ન થાય, બંધાયેલા કર્મની નિર્જરા થયા કરે. તેવી કાળજી ભગવાનના દરેક અનુષ્ઠાનોમાં છે. ઈરિયાવહિયંમાં શું બોલીએ છીએ ?
तस्स उत्तरीकरणेणं पायच्छित्तकरणेणं विसोही करणेणं विसल्लीकरणेणं पावाणं कम्माणं निग्घायणट्ठाए ।
પાપ કર્મોને દૂર કરવા ઈરિયાવહિયે આદિ સર્વ અનુષ્ઠાનો કરવાના છે.
* આજે વર્ષીતપના પારણાનો દિવસ છે. ભગવાનને ૪૦૦ દિવસ સુધી અન્ન-પાણી ન મળ્યા, તેમાં કર્મ કારણ હતું. ભગવાનને પણ કર્મ ન છોડે તો આપણને શી રીતે છોડે ?
જે રીતે કર્મ બાંધીએ તે રીતે ઉદયમાં આવે. ખાવામાં અંતરાય કરો તો ખાવાનું ન મળે. તપમાં અંતરાય કરો તો તપ ન કરી શકો. દાનમાં અંતરાય કરો તો દાન ન કરી શકો.
૨૫૦ જ કહ્યું
ક્લાપૂર્ણસૂરિએ