________________
મહાકચ્છ દ્વારા એ નામ-કીર્તનની પરંપરા ચાલતી રહી હશે ! એ નામ-કીર્તન પર અનેક ગ્રંથો રચાયા છે. એના દ્વારા પણ તેઓ પ્રભુના માર્ગે આગળ વધે છે. | * પ્રભુ-નામનું સ્તવન [લોગસ્સ] બનાવીને ગણધરોએ દૂર રહેલા ભગવાનને સામે લાવી દીધા છે. માટે જ એમાં લખ્યું : 'अभिथुआ'
કાઉસ્સગ શા માટે કરવાનો? “પાવા ના નિધાયાર્દીિI' પાપ કર્મોના નિઘતન માટે. આપણે કાઉસ્સગ્નમાં લોગસ્સ ગણીએ છીએ, માટે નક્કી થાય છે ? લોગસ્સમાં પાપ ખપાવવાની શક્તિ છે. માટે જ એનું બીજું નામ “સમાધિ સૂત્ર' છે, જે ઠેઠ નિર્વિકલ્પ દશા સુધી પહોંચાડી શકે.
* “જય વિયરાય શું છે? ભગવાન સામે જ છે, એમ માનીને જ આ પ્રાર્થના સૂત્ર બનાવવામાં આવ્યું છે : “હે વીતરાગ ! તું જય પામ.” જાણે સામે જ રહેલા હોય તેમ સંબોધન કર્યું છે.
કરેમિ ભંતે' માં “સંત” શબ્દથી ભગવાનને સંબોધ્યા છે.
ભગવાન તો આપણને જોઈ જ રહ્યા છે. માત્ર આપણે તેમનામાં ઉપયોગ જોડવાનો છે.
“હે ભગવન્દૂર રહેલો હું આપને નમું છું. નમતા એવા મને આપ જુઓ...” એમ ઈન્દ્ર મહારાજા ભગવાનને સ્તુતિ કરતાં કહે છે.
* જે ગુણોની ખામી લાગતી હોય... દા. ત. ગુસ્સો, આવેશ આવી જતો હોય, બીજા કોઈ દોષો સતાવતા હોય, તેના નિવારણ માટે અને ગુણો માટે પ્રભુને પ્રાર્થો. ભગવાન કાંઈ કંજૂસ નથી કે તમને કાંઈ જ ન આપે.
૧૪૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ